Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ખાડાઓ પુરવા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ થશે:નાગરિકો ફોટો મોકલીને ફરિયાદ કરતા જ AIથી જગ્યા AMC શોધી લેશે, Before-Afrerના ફોટા મોકલાશે

    7 hours ago

    અમદાવાદમાં હવે ખાડાઓ પુરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન AI ટેકનોલોજીનો ઉપયોગ કરશે. વિવિધ વિસ્તારોમાં પડતા ખાડાઓ કોર્પોરેશનના ઝોન અને વોર્ડના અધિકારીઓને જે દેખાતા નથી. નાગરિકો ખરાબ રોડ, ભુવા વગેરેની ઓનલાઇન ફરિયાદમાં જગ્યાનો ફોટો મોકલશે, તેમાં AI મારફતે ચોક્કસ જગ્યા પર જે તે વિસ્તારના અધિકારી સુધી પહોંચી જશે. નાગરિકે કરેલી ફરિયાદનો નંબર વોટ્સએપ આપવામાં આવશે. જ્યારે કામગીરી પૂર્ણ થશે ત્યારે before-afterના ફોટા પણ નાગરિકોને મોકલવામાં આવશે. ફોટો અપલોડ કરવાથી GPS લોકેશન ઓટોમેટિક મળી જશે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલે કહ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી CCRS System અંતર્ગત AMC Seva App તથા CCRSની APP દ્વારા નાગરીકો રોડની વિવિધ ફરિયાદો જેવી કે ખાડો, સમારકામ, ફૂટપાથ રિપેરિંગના ફક્ત ફોટો અપલોડ કરી ફરિયાદ નોંધાવી શકાશે. જેમાં ફક્ત ફોટો અપલોડ કરવાથી GPS લોકેશનને આધારે ઝોન અને વોર્ડની પરફેક્ટ જગ્યા ઓટોમેટિક મળી જશે. ફરિયાદની કેટેગરી ઓટોમેટીક Alથી સિલેક્ટ થઈ જશે ફરિયાદ જે તે સંબંધિત ઝોન વોર્ડ અને અધિકારીને ફરિયાદની તેની જાતે જ ફાળવણી કરવામાં આવશે. ફરિયાદની કેટેગરીમાં ઓટોમેટીક Alથી સિલેક્ટ થઈ જશે તેમજ નાગરિકએ કરેલી ફરિયાદનું ટોકન નાગરિકને વોટ્સએપના માધ્યમથી આપવામાં આવશે. તેમની ફરિયાદ સફળતાપૂર્વક બંધ થયા પછી વોટ્સએપથી before / Afterના ફોટો મળી જશે. આ એપમાં રજિસ્ટર કરવાનું રહેશે નાગરીકોએ એકવાર AMC Seva App અથવા AMC CCRSની એપમાં રજિસ્ટર કરવાનું રહેશે. એક જ લોકેશન અને સમાન પ્રકારની વધારે ફરિયાદોને AI આધારિત ક્લસ્ટરીંગ દ્વારા ભેગી કરી ડુપ્લીકેટ ફરિયાદો ઘટાડીને ઝડપી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ટેલીફોનથી થતી ફરિયાદોમાં નાગરિકોને ઝોન અથવા વોર્ડની માહિતી હોતી નથી, તેવા સંજોગોમાં Landmark જગ્યાને આધારે Google ઈન્ટિગ્રેશનથી ફરિયાદનું લોકેશન ઓળખી GIS મેપિંગના આધારે સંબંધિત ઝોન વોર્ડ અને અધિકારીને ફરિયાદની સ્વયં સંચાલિત ફાળવણી કરાશે. મોબાઈલ એપ્લિકેશન સિવાય whatsapp, ટેલીફોન, ઈમેલ સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમોથી ફરિયાદ નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ થશે. જેથી નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ કોઈપણ માધ્યમથી સરળતાથી ફરિયાદ નોંધાવી શકશે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરી કોર્પોરેશનનું ફરિયાદ નિવારણ કરવાની સંપૂર્ણ પદ્ધતિ ઓનલાઇન માધ્યમથી તથા લેટેસ્ટ ટેકનોલોજીના આધારે ફરિયાદ નિવારણ સમયસર કરી શકાય તે મુજબની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આવનાર સમયમાં અમલીકરણમાં મૂકશે.
    Click here to Read More
    Previous Article
    ક્રાઇમ બ્રાન્ચે લાખોના વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપ્યો:જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પતરાના પલંગમાં ગુપ્ત ખાના બનાવી સંતાડેલો દારૂ ઝડપ્યો,રૂ. 10.57 લાખથી વધુનો વિદેશી દારૂ અને આઇસર ટ્રક પકડી પાડ્યો
    Next Article
    PM CARES spent just Rs 88 lakh of its Rs 8,452 crore in 2024-25, put 93% in FD

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment