Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝળહળતી સિદ્ધિ:સંત કબીર સ્કૂલના સેન્સર્સ અને AIથી અડચણો પાર કરતા રોબો-એથ્લિટને 5 લાખનું ઇનામ

    8 hours ago

    ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજકોસ્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રોબોફેસ્ટ 5.0 સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા જુનિયર તેમજ સિનિયર કેટેગરી માટે હતી. જેમાં સંત.કબીર સ્કૂલની બે ટીમે જુનિયર કેટેગરી ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જ્યાં રોબો-એથ્લિટ અને મેઝ સોલ્વિંગ રોબોટ બનાવવાના હતા. રોબો-એથ્લિટ ટીમમાં ધો.9ના જૈનિલ સુતરસંધિયા, ધ્રુમિત શાહ, સમર્થ વ્યાસ, ધો.11 સાયન્સના ચાર્મી શાહ અને માર્ગદર્શક ડૉ. બીના બેડેકરનો સમાવેશ થતો હતો. જ્યારે મેઝ સોલ્વિંગ રોબોટમાં ધો.11 સાયન્સના પુષ્કર પટેલ, શ્લોક ચૌહાણ, વેદાંત પરમાર, પ્રિશા હાથીએ ભાગ લીધો હતો. બંને ટીમે સ્પર્ધાના પહેલા અને બીજા રાઉન્ડમાં જીત મેળવી હતી અને તેમને 25 હજાર અને 1 લાખનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ રોબોટ્સની નવીન ડિઝાઇન પહેલાથી જ ડિઝાઇન પેટન્ટિંગની પ્રક્રિયામાં છે. વિદ્યાર્થીઓમાં કૌશલ્ય અને ટીમ ભાવના કેળવાઇ સ્પર્ધાનો અંતિમ રાઉન્ડ અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયો હતો. સંત.કબીર સ્કૂલની રોબો-એથ્લિટ ટીમે તેમની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા તેમને 5 લાખના રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જુલાઈ 25 થી આજ સુધીની આ વિદ્યાર્થીઓની રોબોફેસ્ટ સફર તેમને માત્ર જીવન કૌશલ્ય જ નહીં પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પોતાને કેવી રીતે પ્રેરિત અને સકારાત્મક રાખવા તે પણ શીખવી છે. ઇન્ડસ્ટ્રીમાં સામાનને શીફ્ટ કરવા માટે રોબોટ એથ્લિટ ઉપયોગ કરી શકાય રોબો એથલીટ લાઇન ફોલોઇંગ રોબોટ છે. જે બોલ અથવા ડિસ્કને ઓળખવાની અને તેમને નિર્ધારિત ગોલ પોસ્ટમાં ધકેલવાની ક્ષમતા ધરાવે છે. તે વચ્ચે આવતા અવરોધોને પણ દૂર કરી શકે છે. સ્પોર્ટ્સ અને ગેમિંગ ટેકનોલોજીમાં ઓટોમેટેડ ગેમ્સ અથવા બોલ ટ્રેકિંગ અને ગોલ કરાવવા આ રોબોટનો ઉપયોગ કરી શકાય છે. ઇન્ડસ્ટ્રીયલ જગ્યાઓમાં વસ્તુઓને શિફ્ટ કરવા માટે રોબોટ એથ્લિટ ઉપયોગ કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    Maharashtra Panel Seeks 5-Day Jail For Youth Over Fake News Against NCP MLA
    Next Article
    પ્રોજેક્ટ એક્સપોનું આયોજન કરાયું:મેગ્નેટ્સ-સેન્સર્સના ઉપયોગથી ઊર્જાસંરક્ષણ, હેલ્થ કેરમાં એઆઇના પ્રોજેક્ટનું ડિસ્પ્લે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment