Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેસલમેરમાં AI ટેકનિકથી પક્ષીનાં બચ્ચાંનો જન્મ:'આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન'થી આ વર્ષે 4 નવા બચ્ચાં મળ્યાં; દુર્લભ એવા ગોડાવણ પક્ષીની સંખ્યા 72 થઈ

    3 days ago

    જેસલમેરના ડેઝર્ટ નેશનલ પાર્કના બ્રીડિંગ સેન્ટરમાં આ મહિને ગોડાવણ પક્ષી (Great Indian Bustard)ના ચાર નવા બચ્ચાંઓનો જન્મ થયો છે. આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન અને કુદરતી પ્રજનન દ્વારા આ સફળતા મળી છે. આનાથી સંરક્ષણ કેન્દ્રોમાં ગોડાવણની કુલ સંખ્યા વધીને 72 થઈ ગઈ છે. વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સંયુક્ત પ્રયાસોથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અશક્યને શક્ય બનાવતી AI ટેકનિક વૈજ્ઞાનિકો માટે સૌથી મોટો પડકાર ગોડાવણનો પક્ષીનો અત્યંત ધીમો પ્રજનન દર રહ્યો છે. માદા ગોડાવણ વર્ષભરમાં સામાન્ય રીતે એક જ ઈંડું આપે છે, જેના કુદરતી રીતે સુરક્ષિત બચવાની શક્યતા ઘણી ઓછી હોય છે. આ વખતે વન વિભાગે 'અમન' અને 'સમ' દ્વારા આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનનો સફળ પ્રયોગ કર્યો. નિષ્ણાતોનું માનવું છે કે આ ટેકનિક ભવિષ્યમાં ગોડાવણની વસ્તીને 'મલ્ટિપ્લાય' કરવામાં ગેમ-ચેન્જર સાબિત થશે. નામ નહીં, આશાઓના પ્રતીક છે 'ફાઈનેક્સ' અને 'લિઓ' જેસલમેરના રામદેવરા અને સુદાસરી બ્રીડિંગ સેન્ટરમાં તાજેતરમાં થયેલા બે જન્મોએ વન્યજીવ પ્રેમીઓમાં ઉત્સાહ ભરી દીધો છે. DFO બ્રિજમોહન ગુપ્તાએ જણાવ્યું કે એક બચ્ચું 'ફાઈનેક્સ' અને બીજું બચ્ચું 'લિઓ' ગોડાવણની જોડીમાંથી કુદરતી રીતે જન્મ્યું છે. આ પક્ષીઓને આપવામાં આવેલા આ નામ તેમની મોનિટરિંગ અને વૈજ્ઞાનિક ડેટા સંગ્રહમાં મદદ કરે છે. આ સફળતા માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પક્ષી સંરક્ષણ માટે એક મોટું ઉદાહરણ છે. સંકટથી સફળતા સુધીની સફર: મુખ્ય આંકડા ઘાસના મેદાનોની સુરક્ષા અને ભવિષ્યનો માર્ગ વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WII) ના સંયુક્ત પ્રયાસોથી સંચાલિત આ કેન્દ્રોમાં ઇંડાના ઇન્ક્યુબેશનથી લઈને બચ્ચાંના ઉછેર સુધી માટે 'આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ'નું પાલન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે જ્યારે કેન્દ્રમાં સંખ્યા પર્યાપ્ત થઈ જશે, ત્યારે તેમને સોફ્ટ-રિલીઝ પ્રક્રિયા દ્વારા ફરીથી ખુલ્લા આકાશમાં છોડવાની યોજના છે. આ પક્ષી વધારે ઘાસિયા મેદાનમાં રહે છે એટલે એવા જગ્યાએ છોડવામાં આવશે. "આ સંરક્ષણ પ્રયાસોની મોટી સિદ્ધિ છે. AI ટેકનોલોજીથી પ્રજનનની સફળતાએ આપણને એક નવો રસ્તો બતાવ્યો છે. આપણો ધ્યેય આ દુર્લભ પ્રજાતિને લુપ્ત થવાની શ્રેણીમાંથી બહાર કાઢવાનો છે."— બ્રિજમોહન ગુપ્તા, DFO, ડેઝર્ટ નેશનલ પાર્ક વીજળીના તારોને ભૂગર્ભમાં નાખવા જરૂરી - સુમેર સિંહ પર્યાવરણ પ્રેમી સુમેર સિંહ સાંવતા ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે- ગોડાવણની સંખ્યામાં વધારો માત્ર એક આંકડો નથી, પરંતુ તે ઇકોસિસ્ટમના સંતુલનની જીત છે. જો આપણે વીજળીના તારોને ભૂગર્ભમાં નાખવા અને શિકાર જેવા બાહ્ય પડકારો પર પણ આ જ રીતે નિયંત્રણ મેળવી શકીએ, તો તે દિવસ દૂર નથી જ્યારે જેસલમેરના આકાશમાં ગોડાવણની 'ઉડાન' ફરીથી સામાન્ય બાબત બની જશે. આ સમાચાર પણ વાંચો… રાજસ્થાન પ્રથમ રાજ્ય, જ્યાં AI થી ગોડાવણનું બચ્ચું જન્મ્યું: સેન્ટરમાં સંખ્યા વધીને 70 થઈ; કેન્દ્રીય મંત્રી બોલ્યા- મોટી સફળતા તરફ આગળ વધી રહ્યા છીએ રાજસ્થાનના જેસલમેર જિલ્લાના સમ-સુદાસરી સ્થિત ગોડાવણ કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટરમાં રાજ્યપક્ષી ગોડાવણના બે નવા બચ્ચાંનો જન્મ થયો છે. આ નાના મહેમાનોના આગમન સાથે કેન્દ્રમાં ગોડાવણની સંખ્યા વધીને 70 થઈ ગઈ છે. વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં તેને મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગોલ્ડમેને ભારતના GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો:2026માં 7%ને બદલે 5.9% રહી શકે છે; તેલ સપ્લાય અટકવાથી જોખમ વધ્યું
    Next Article
    મુખ્યમંત્રીએ UCC બિલ ગૃહમાં રજૂ કર્યું:રમણલાલ વોરાની ખેડાવાલાને સંબોધીને તલાક-હલાલા પ્રથાઓ અંગે ટિપ્પણી, અધ્યક્ષની સીધું સંબંધોન કરવા સૂચના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment