Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોઈ ટ્યુશન કે કોચિંગ વગર સેલ્ફ સ્ટડીથી રચ્યો ઈતિહાસ:એકાઉન્ટ, બિઝનેસ સ્ટડીઝ, એન્ટરપ્રેન્યોરશિપ અને AIમાં 100% સ્કોર

    3 days ago

    શહેરી અને રાષ્ટ્રીય શૈક્ષણિક ક્ષેત્રે અમદાવાદનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરતી એક અસાધારણ સિદ્ધિ સામે આવી છે. અમદાવાદની જાણીતી એશિયા ઇંગ્લિશ સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થી ક્રિશિવ અચ્યુત દાણીએ CBSE ધોરણ-12 બોર્ડ પરીક્ષાની પુનઃમૂલ્યાંકન (Re-evaluation) પ્રક્રિયા બાદ 500માંથી 499 ગુણ (99.8%) પ્રાપ્ત કરીને ઓલ ઇન્ડિયા ટોપર (India Topper) તરીકે સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. પુનઃમૂલ્યાંકનમાં 481માંથી 499 ગુણ થયા ક્રિશિવની આ સિદ્ધિ અનેક રીતે અનોખી અને પ્રેરણારૂપ છે. CBSEની પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા પહેલાં તેને 481 ગુણ મળ્યા હતા, પરંતુ તેણે પોતાની મહેનત પર અડગ વિશ્વાસ રાખી રી-ઇવેલ્યુએશન કરાવતા તેના ગુણ વધીને 499 થયા હતા. સુધારેલા પરિણામ મુજબ, ક્રિશિવે એકાઉન્ટન્સી, બિઝનેસ સ્ટડીઝ, એન્ટરપ્રેન્યોરશિપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ચાર અઘરા અને મુખ્ય વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવવાનો રેકોર્ડ સર્જ્યો છે. જ્યારે અંગ્રેજી કોર વિષયમાં તેણે 100માંથી 99 ગુણ મેળવી કુલ 499નો અદ્વિતીય સ્કોર નોંધાવ્યો છે. કોઈપણ ટ્યુશન કે કોચિંગ વિના સેલ્ફ-સ્ટડીથી મેળવી સફળતા આજના ડિજિટલ અને કોચિંગ ક્લાસના યુગમાં સૌથી ખાસ નોંધનીય બાબત એ છે કે, ક્રિશિવે આ ઝળહળતી સિદ્ધિ સંપૂર્ણપણે સ્વઅભ્યાસ (Self-Study) ના આધારે જ હાંસલ કરી છે. તેણે કોઈ પણ ટ્યુશન ક્લાસ કે ખાનગી કોચિંગ સંસ્થાનો સહારો લીધો નહોતો. નિયમિત અભ્યાસ, કડક આત્મશિસ્ત, સમયનું અસરકારક સંચાલન અને વિષયોની ઊંડી સમજણના બળે જ તેણે દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. માતા-પિતા CA, દીકરો પણ બનશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્રિશિવ એવા પરિવારમાંથી આવે છે જ્યાં શિક્ષણ અને વ્યાવસાયિક શ્રેષ્ઠતાનું વાતાવરણ પહેલેથી જ છે. તેના માતા અને પિતા બંને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. માતા-પિતાના સમર્પણ અને વ્યાવસાયિક મૂલ્યોથી પ્રેરાઈને ક્રિશિવ પણ હાલમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો જ અભ્યાસ કરી રહ્યો છે અને ભવિષ્યમાં એક સફળ સીએ તથા ઉદ્યોગસાહસિક (Entrepreneur) બનવાનું લક્ષ્ય ધરાવે છે. પોતાની આ ઐતિહાસિક સફળતા અંગે ક્રિશિવે જણાવ્યું હતું કે, "મારી સફળતાનો સંપૂર્ણ શ્રેય સતત સ્વઅભ્યાસ, મારા પરિવારના અવિરત સહયોગ અને શાળાના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનને જાય છે. કોઈપણ વિષયના પાયાના ખ્યાલોની સ્પષ્ટ સમજણ, અભ્યાસમાં નિયમિતતા અને સમયનું યોગ્ય આયોજન જ સફળતાની અસલી ચાવી છે." CBSEની પારદર્શિતા ઉજાગર થઈ ક્રિશિવની આ સિદ્ધિ CBSE બોર્ડની મૂલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતાને પણ મજબૂત રીતે ઉજાગર કરે છે. રી-ઇવેલ્યુએશન બાદ ગુણોમાં થયેલો આ નોંધપાત્ર વધારો દર્શાવે છે કે બોર્ડ વિદ્યાર્થીઓને ન્યાયસંગત અને સચોટ પરિણામ આપવા કટિબદ્ધ છે. એશિયા ઇંગ્લિશ સ્કૂલના સંચાલન અને શિક્ષકમંડળે ક્રિશિવને આ ગૌરવશાળી સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેને દેશભરના વિદ્યાર્થીઓ માટે એક મોટો પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Forest pond ‘poisoned’ in mass hunting attempt, 3 men arrested in Madhya Pradesh
    Next Article
    Welcome To The Jungle Box Office Day 1: Film Returns With Decent Opening

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment