Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે અફઘાનિસ્તાનને ફોલોઓન આપ્યું:AFG 152 રનમાં ઓલઆઉટ; ઈન્ડિયાને પહેલી ઇનિંગ્સમાં 412 રનની લીડ; ડેબ્યૂ મેચમાં માનવે 6 વિકેટ ઝડપી

    5 days ago

    ભારતે ન્યૂ ચંદીગઢ ટેસ્ટમાં અફઘાનિસ્તાનને ફોલોઓન રમવા માટે મજબૂર કરી દીધું છે. બીજી ઇનિંગ્સમાં અફઘાન ટીમનો સ્કોર 6 ઓવરમાં 21/0 છે. ટીમ તરફથી સેદીકુલ્લાહ અટલ અને અબ્દુલ મલિક ક્રિઝ પર છે. મેચના ત્રીજા દિવસે સોમવારે અફઘાનિસ્તાને 113/5ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને પહેલી ઇનિંગ્સમાં 412 રનની લીડ મળી હતી. રહેમત શાહે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. ઈન્ડિયન ટીમ તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા માનવ સુથારે 6 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાને 3 વિકેટ મળી હતી. ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગ્સ 564/8ના સ્કોર પર ડિક્લેર કરી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
    Click here to Read More
    Previous Article
    INDIA bloc Meeting Live Updates: Opposition leaders turn up for meet, discussions begin
    Next Article
    I.N.D.I.A.ની બેઠકમાં સોનિયા, રાહુલ, મમતા અને અખિલેશ હાજર:ઉદ્ધવ ઓનલાઈન જોડાશે, TVKને આમંત્રણ નહીં. કોંગ્રેસનો દાવો- 23 વિપક્ષી દળ સામેલ; સરકારને ઘેરવા રણનીતિ પર મંથન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment