Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના AF ગરબા ક્લાસમાં ગણપતિ બાપ્પાનું આગમન:ઢોલ-નગારાના તાલ સાથે ભક્તિમય માહોલ છવાયો, યુવાનોમાં ખાસ ઉત્સાહ

    2 days ago

    વલસાડ શહેરમાં ગણેશોત્સવની ઉજવણીનો માહોલ જામ્યો છે. શહેરના AF ગરબા ક્લાસમાં ગણપતિ બાપ્પાનું આગમન થયું હતું. ઢોલ-નગારાના તાલ સાથે બાપ્પાની સવારી આવતા આસપાસનો વિસ્તાર 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. AF ગરબા ક્લાસ સાથે જોડાયેલા સભ્યો અને ગરબા શીખતા વિદ્યાર્થીઓએ ગણપતિ બાપ્પાના આગમન માટે ખાસ તૈયારીઓ કરી હતી. શણગારેલા વાહનમાં ગણપતિજીની મૂર્તિ લાવવામાં આવી હતી. આ સમયે ભક્તોએ ઉત્સાહથી બાપ્પાનું સ્વાગત કર્યું. યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો અને આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે આરતી અને પૂજન કરવામાં આવ્યું. હાજર ભક્તોએ ગણપતિજીના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે તેવી માહિતી મળી છે. AF ગરબા ક્લાસમાં ગણપતિજીની સ્થાપના થતા હવે આવનારા દિવસોમાં ભક્તિ સાથે ગરબા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ માહોલ જોવા મળશે. ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે નાના બાળકોથી લઈને યુવાનો અને પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે ભક્તોએ “ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા”ના નાદ સાથે બાપ્પાનું સ્વાગત કર્યું. ગણપતિજીના આગમનથી AF ગરબા ક્લાસમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો છે. આગામી દિવસોમાં ગણેશોત્સવની ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Elephant Turns Footballer In Assam's Numaligarh, Shows Off Skills On Ground
    Next Article
    How Singapore Became a Super-rich country | Lee Kuan Yew

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment