Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં ACBનો સપાટો:ગૌચર દબાણની અરજી પાછી ખેંચવા ₹5.25 લાખની તોડબાજી, ₹3.50 લાખની લાંચ લેતાં શખ્સ લીમડા ચોકમાંથી રંગેહાથ ઝડપાયો

    23 hours ago

    જૂનાગઢ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ ગોઠવીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગૌચરની જમીન અંગે કરાયેલી અરજી પાછી ખેંચવા અને સરકારી કચેરીઓ તરફથી કોઈ આગળની કાનૂની કાર્યવાહી ન થાય તે માટે લાખો રૂપિયાની માંગણી કરનાર એક શખ્સ 3.50 લાખની રોકડ રકમ સ્વીકારતા જ સ્થળ પરથી ઝડપાઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. એસીબીની ટીમ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. TDO કચેરીમાં કરેલી ફરિયાદ પાછી ખેંચવા ₹5.25 લાખનો સોદો કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી (ઉં.વ. 54, ધંધો- મજૂરી કામ, રહે. શેરી નં. 2, વૃંદાવન નગર સોસાયટી, મધુરમ બાયપાસ, જૂનાગઢ) નામના શખ્સે ફરિયાદીના ભત્રીજા વિરુદ્ધ ગૌચરની જમીનમાં દબાણ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO) કચેરીમાં એક અરજી કરી હતી. આ અરજી સમેટી લેવા તેમજ તલાટી કે ટીડીઓ કચેરી તરફથી ભવિષ્યમાં કોઈ દબાણ હટાવવાની કાર્યવાહી નહીં થાય તેવી બાંહેધરી આપવાના અવેજ પેટે આરોપીએ ફરિયાદી પાસે કુલ રૂ. 5,25,000 ની તોતિંગ રકમની માંગણી કરી હતી. જેમાંથી તેણે અગાઉ પ્રથમ હપ્તામાં રૂ. 25,000 અને ત્યારબાદ રૂ. 1,50,000 એમ કુલ રૂ. 1.75 લાખ તો પડાવી લીધા હતા. બાકીના ₹3.50 લાખ માટે પઠાણી ઉઘરાણી અગાઉ મોટી રકમ પડાવી લીધા બાદ આરોપી કરશન સોલંકી બાકી નીકળતી રૂ. 3,50,000 ની રકમ તાત્કાલિક ચૂકવી આપવા સતત દબાણ કરી રહ્યો હતો. જોકે, ફરિયાદી કોઈપણ સંજોગોમાં આ ગેરકાયદે નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે આ મામલે જૂનાગઢ લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો (ACB) નો સંપર્ક કરી લેખિતમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને એસીબી જૂનાગઢ એકમની ટીમે તાત્કાલિક લાંચનું છટકું ગોઠવી પૂરતી ફિલ્ડિંગ ગોઠવી દીધી હતી. દિવાન ચોક નજીક લીમડા ચોકમાં જાહેર રોડ પર ટ્રેપ જૂનાગઢના દિવાન ચોકની બાજુમાં આવેલા વ્યસ્ત લીમડા ચોક ખાતે જાહેર રોડ પર એસીબીએ વોચ ગોઠવી હતી. પૂર્વ આયોજન મુજબ જેવો કરશનભાઈ સોલંકી ફરિયાદી પાસેથી બાકીની રૂ. 3,50,000 ની લાંચની રોકડ રકમ સ્વીકારવા ગયો કે તરત જ છૂપાયેલી એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ પંચોની રૂબરૂમાં સમગ્ર રૂ. 3.50 લાખની રોકડ રકમ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    2027ની ચૂંટણી પહેલાં NCP-SP સક્રિય:જયંત બોસ્કીની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પુનઃવરણી, શરદ પવારની પાર્ટીએ ગુજરાતમાં સંગઠન મજબૂત કરવાની કવાયત તેજ કરી
    Next Article
    Ground Report | હૈયુ હચમચાવી નાખતા CCTV | Accident | Viral Video | CCTV Footage | Prime Time News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment