Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખતર મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ:નાયબ મામલતદાર અને પટ્ટાવાળો ₹20 હજાર લેતા ઝડપાયા, ખેત જમીન નોંધ પ્રમાણિત કરવા લાંચ માગી

    9 hours ago

    સુરેન્દ્રનગર એ.સી.બી.એ લખતર મામલતદાર કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પટ્ટાવાળાને રૂ. 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમાર (ઉ.વ. 40, રહે. પાટડી) અને આઉટસોર્સ પટ્ટાવાળા કનકસિંહ વાધુભા ઝાલા (ઉ.વ. 37, રહે. લખતર)નો સમાવેશ થાય છે. આ કેસમાં ફરિયાદીના પિતાએ લખતર તાલુકાના વડલા ગામે ખેત જમીન વેચાણથી રાખી હતી. આ જમીનની નોંધ પ્રમાણિત કરી આપવા માટે આરોપીઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. શરૂઆતમાં, આરોપી કનકસિંહ ઝાલાએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેમની નોંધ પ્રમાણિત કરવા માટે રૂ. 50,000 આપવા પડશે, જે 'સર્કલ સાહેબ' દ્વારા માંગવામાં આવ્યા છે. વાતચીતના અંતે, લાંચની રકમ રૂ. 30,000 નક્કી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન, આરોપીઓએ રૂ. 20,000ની લાંચની માંગણી કરી હતી. નાયબ મામલતદાર જયદિપસિંહ પરમારે ફરિયાદીને લાંચના નાણાં આરોપી કનકસિંહ ઝાલાને આપવા જણાવ્યું હતું. કનકસિંહ ઝાલાએ ફરિયાદી પાસેથી રૂ. 20,000ની ગેરકાયદેસર લાંચની રકમ સ્વીકારતા જ બંને આરોપીઓ સ્થળ પરથી પકડાઈ ગયા હતા. આરોપીઓએ પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હતી. આ ટ્રેપ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. પટેલ અને સુરેન્દ્રનગર એ.સી.બી. સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવી હતી. આ કાર્યવાહીનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા, એ.સી.બી. રાજકોટ એકમ, અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા, એ.સી.બી. રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ‘I killed 99% of the germs’: Samay Raina says Ranveer Allahbadia asked ‘obscene’ parents question 8 times in infamous Latent episode
    Next Article
    Hardik Pandya Slams Mumbai Indians Bowlers After Loss Against Rajasthan Royals, Delivers Brutal Verdict

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment