Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ મહિલા પોલીસની બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાઈ:ACBએ ₹1.10 લાખની લાંચ લેતા ASI અને હેડ કોન્સ્ટેબલને પકડ્યા

    10 hours ago

    આણંદ મહિલા પોલીસ સ્ટેશનની બે મહિલા કર્મચારીઓને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રૂ. 1.10 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી છે. આ લાંચ એક અરજીના મામલામાં ફરિયાદીને હેરાન ન કરવા અને પાસપોર્ટ જમા ન લેવા માટે માંગવામાં આવી હતી. માહિતી અનુસાર, ફરિયાદી અને તેમના પરિવાર વિરુદ્ધ તેમની પુત્રવધૂએ આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ અરજીના સંદર્ભમાં ફરિયાદી અને તેમના પરિવારને હેરાન ન કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા ન લેવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. વુમન ASI ગીતાબેન કમજીભાઈ દોઠાએ રૂ. 1.10 લાખની લાંચ માંગી હતી. આ કેસની તપાસ વુમન હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન રણજીતસિંહ ગરાસીયા કરી રહ્યા હતા. લાંચ આપવા ન ઈચ્છતા જાગૃત ફરિયાદીએ અમદાવાદ શહેર ACBનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ACBની ટીમે આણંદ રેલવે સ્ટેશન પાસે આવેલા જિલ્લા ટ્રાફિક પોલીસ ચોકીની પાછળ રેલવે ગોદી વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન, ગીતાબેન દોઠાએ ફરિયાદી પાસેથી રૂ. 1 લાખની લાંચની રકમ સ્વીકારી હતી. આ કામગીરીમાં પુષ્પાબેન ગરાસીયાએ પણ મદદગારી કરી હતી. ACBની ટીમે બંને મહિલા કર્મચારીઓને સ્થળ પર જ લાંચની રકમ સાથે ઝડપી પાડ્યા હતા. આ સફળ કામગીરી અમદાવાદ શહેર ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. શેઠ અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનનું માર્ગદર્શન મદદનીશ નિયામક એમ.એચ. પુવાર (ACB અમદાવાદ એકમ) અને નાયબ નિયામક હરેશ મેવાડા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે આણંદ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ACB દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર હોસ્પિટલમાં નાયબ મુખ્ય દંડકની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન:જગદીશ મકવાણા સહિત અગ્રણીઓએ શ્રમદાન કરી પ્રેરણા આપી
    Next Article
    Gambhir Bypassed As 'India Seniors' Knock BCCI's Door Over ODI Future

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment