Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંચિયા અધિકારીઓ સામે ACBની લાલ આંખ:પ્રોહિબિશન કેસમાં હોમગાર્ડે ₹10,000ની લાંચ માંગી, નિવૃત્ત સિનિયર ક્લાર્ક સામે 31 લાખની અપ્રમાણસરની મિલકતનો ગુનો

    8 hours ago

    સુરતમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ લાંચિયા બાબુઓ અને સરકારી કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશને તાજેતરમાં બે મોટી કાર્યવાહી કરીને લાંચખોરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ અંતર્ગત, સુરત જિલ્લા પંચાયતના એક નિવૃત સિનિયર ક્લાર્ક વિરૂદ્ધ લાખો રૂપિયાની અપ્રમાણસર મિલ્કત વસાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક કિસ્સામાં ઉધના રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા હોમગાર્ડ જવાન સામે લાંચની માંગણીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એસીબીના આ ડબલ એટેકથી સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નિવૃત ક્લાર્ક દિલીપ પટેલની અપ્રમાણસર મિલ્કતનો પર્દાફાશ સુરત જિલ્લા પંચાયતમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ નિવૃત એવા દિલીપભાઈ નારણભાઈ પટેલ એસીબીની રડારમાં આવ્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે દિલીપભાઈએ પોતાના ફરજકાળ દરમિયાન ભ્રષ્ટાચારના માધ્યમથી મોટી માત્રામાં ગેરકાયદેસર સંપત્તિ ભેગી કરી હતી. સરકારી સેવક હોવા છતાં પોતાની કાયદેસરની આવકના સ્ત્રોત કરતા ઘણી વધારે મિલ્કત ઊભી કરવાના મામલે તેમની સામે ગુનો નોંધીને એસીબીએ ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. 10 વર્ષના ગાળામાં આવક કરતાં 31.43% વધુ સંપત્તિ વસાવી એસીબીની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપી દિલીપભાઈ પટેલે તા. 1 જાન્યુઆરી 2008 થી તા. 30 સપ્ટેમ્બર 2018 સુધીના પોતાના સિનિયર ક્લાર્ક તરીકેના ફરજકાળ દરમિયાન વિવિધ ખોટી રીતરસમો અપનાવી હતી. તેમણે પોતાના આર્થિક ફાયદા માટે રાજ્યસેવક તરીકે ગુનાહિત ગેરવર્તણૂક આચરીને કુલ રૂપિયા 31,00,400ની અપ્રમાણસર મિલ્કત વસાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સાબિત થયું છે. આ આંકડો તેમની કાયદેસરની કુલ આવકની સરખામણીમાં 31.43% જેટલો વધુ હોવાનું તપાસમાં ખુલ્યું છે. કઈ કલમો હેઠળ ગુનો અને કોણ કરી રહ્યું છે તપાસ? નિવૃત ક્લાર્ક દિલીપભાઈ પટેલ વિરૂદ્ધ સરકાર તરફથી સુરત શહેર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ધડુક દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. આ ફરિયાદના આધારે હાઇપ્રફોઇલ કેસની તપાસ નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.બી.સોલંકી કરી રહ્યા છે, જેનું સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરી કરી રહ્યા છે. હોમગાર્ડ શિવાજી ઉગલે સામે લાંચનો ગુનો દાખલ ક્લાર્કની સાથે-સાથે સુરત એસીબીએ ખાખી વર્દીને શર્મસાર કરતા અન્ય એક કિસ્સામાં પાંડેસરા પોલીસ સ્ટેશનના હોમગાર્ડ અને હાલ ઉધના રેલ્વે સ્ટેશન ખાતે નોકરી કરતા શિવાજી ઉર્ફે શિવા ગોરખભાઈ ઉગલે વિરૂદ્ધ પણ કાયદાનો કોરડો વીંઝ્યો છે. હોમગાર્ડ શિવાજી સામે નાગરિક પાસે ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરવાનો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેના કારણે સુરત પોલીસ અને હોમગાર્ડ વિભાગમાં પણ ચર્ચા જાગી છે. પ્રોહિબિશન કેસમાં હેરાન ન કરવા રૂ. 10,000 ની લાંચ માંગી આ કેસની હકીકત એવી છે કે, તા. 11 જાન્યુઆરી 2025 ના રોજ એક અરજદારના સહયોગીના માતા વિરૂદ્ધ પ્રોહિબિશન (દારૂબંધી)નો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં અરજદારના માતાની અટકાયત નહીં કરવા તેમજ ભવિષ્યમાં હેરાન ન કરવા માટે હોમગાર્ડ શિવાજી ઉગલેએ રૂ. 10,000 ની લાંચની માંગણી કરી હતી. અરજદારે આ અંગે એસીબીમાં અરજી કરી હતી અને પુરાવા રૂપે વાતચીતની ઓડિયો સીડી રજૂ કરી હતી. એસીબીની પ્રાથમિક તપાસ, સાહેદોના નિવેદનો અને વૈજ્ઞાનિક તેમજ ડિજિટલ રેકોર્ડ પુરાવાના આધારે લાંચની માંગણી સાબિત થતાં હોમગાર્ડ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે. ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો દાખલ આરોપી હોમગાર્ડ શિવાજી ઉગલે વિરૂદ્ધ પણ પી.આઈ. કે.જે.ધડુક દ્વારા સરકાર તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કેસની તપાસ વલસાડ અને ડાંગ એસીબી પી.આઈ. જે.આર.ગામીત ચલાવી રહ્યા છે, અને તેનું મોનિટરિંગ પણ મદદનીશ નિયામક આર.આર.ચૌધરી કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પુણા લેક ગાર્ડનના ગેટ પાસે યુવકની હત્યા:પ્રેમ પ્રકરણમાં હત્યા થયાની આશંકા, શહેરમાં 5 મહિનામાં ભાજપ નેતા સહિત 52મી હત્યા
    Next Article
    How Norway Became So Rich and Developed | Oil Fund

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment