Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પઠાણી ઉઘરાણીથી ત્રાસી ગયો...', સુસાઈડ નોટ લખી ACBનો કોન્સ્ટેબલ ગુમ:ભાવનગર કચેરીના ટેબલ પર મોબાઈલ-ચાવી મળ્યા, DYSP-PI સહિતના લોકો પર પૈસાની ઊઘરાણીનો આક્ષેપ

    11 hours ago

    ભાવનગર શહેરના બહુમાળી ભવન ખાતે આવેલી ACBની કચેરીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ગોહિલ રહસ્યમય સંજોગોમાં એક નોટ લખીને અચાનક લાપતા થઈ જતાં પોલીસબેડામાં ચર્ચાઓનો દૌર શરુ થયો છે. 20 ઓક્ટોબરના રોજ બપોરે ઘરે જમવા જવાનું કહીને ઓફિસમાંથી નીકળેલા કોન્સ્ટેબલ મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કચેરીમાં તેમના ટેબલ પરથી મોબાઈલ ફોન અને ડ્રોઅરમાંથી કારની ચાવી મળી આવ્યા હતા, જ્યારે ઘરે પર્સની તપાસ કરતા તેમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવતાં પરિવારજનો ડરૂ ગયા હતા. પર્સમાંથી સ્યુસાઈડ નોટ મળતાં ભાંડો ફૂટ્યો આ બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ નજીક આવેલી શાંતિનગર સોસાયટી-1માં રહેતા પૂર્ણાબા જયેન્દ્રસિંહ ગોહિલે નિલમબાગ પોલીસ મથકે જાણવાજોગ નોંધ કરાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ જયેન્દ્રસિંહ સવારે રાબેતા મુજબ ફરજ પર ગયા હતા, પરંતુ બપોરે જમવાના સમયે ફોન પર સંપર્ક ન થતાં સાથી કર્મચારીને ફોન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના જેઠ વિરમદેવસિંહ કચેરીએ પહોંચી તપાસ કરતાં જયેન્દ્રસિંહ પોતાનો ફોન અને વાહનની ચાવી ટેબલ પર જ મૂકીને નીકળી ગયા હોવાનું સામે આવ્યું હતું. સગા-સંબંધીઓ અને મિત્રવર્તુળમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન મળતાં આખરે પરિવાર અને ACBના સ્ટાફે નિલમબાગ પોલીસ સ્ટેશન પહોંચી જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ અને પઠાણી ઉઘરાણીના આક્ષેપો પ્રાથમિક તપાસમાં મળેલી વિગતો મુજબ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહે લખેલી કથિત સ્યુસાઈડ નોટમાં પઠાણી ઉઘરાણીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ નોટમાં ગુજરાત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ જેવા કે DySP, PI અને તેમના સગા-સંબંધીઓ સહિતના નામો દર્શાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. કોન્સ્ટેબલે ઘણા લોકો પાસેથી લાખો રૂપિયા મેળવ્યા હતા અને તેની સામે તેમની પાસેથી કડક પઠાણી ઉઘરાણી થઈ રહી હોવાનું નોટમાં જણાવાયું છે. બીજી તરફ, કોન્સ્ટેબલ નોકરીની સાથોસાથ શેરબજારમાં રોકાણ કરાવવાનું કામ કરતા હોવાનું અને રોકાણકારોને પૈસા પરત ન ચૂકવી શકતાં વિવાદ વકર્યો હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. નિલમબાગ પોલીસ અને LCB દ્વારા સઘન શોધખોળ આ સમગ્ર મામલે નિલમબાગ પોલીસ મથકના પીઆઈ ડી.પી.ઉનડકટે જણાવ્યું હતું કે, ગુમ થયેલા એસીબી કોન્સ્ટેબલના પત્નીની અરજી મળ્યા બાદ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. સ્થાનિક નિલમબાગ પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમો દ્વારા શહેર અને આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને સંભવિત સ્થળો પર દરોડા પાડીને ગુમ થયેલા કોન્સ્ટેબલની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પતિની અંતિમ ઈચ્છાથી પત્નીનું 7 કરોડની જમીનનું મહાદાન:પાટણના ચડાસણા ગામે 25 વીઘા ભૂમિ વાળીનાથ ધામને અર્પણ કરી, મહંત જયરામગીરી બાપુના હસ્તે ભૂમિપૂજન
    Next Article
    🟠Heavy Rain Red Alert In Ahmedabad LIVE | અમદાવાદવાસી સાચવજો! રેડ એલર્ટ જાહેર | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment