Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ACBએ સરપંચના પતિને પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો:દ્વારકાના કલ્યાણપુરમાં હરીપર ગામે પથ્થરની ખાણના કામ માટે 30 લાખની લાંચ માંગી હતી

    1 week ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હરીપર ગામેથી લાંચનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. પથ્થરની ખાણના કામ માટે પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા સરપંચના પતિ ડાયા અરજણ પરમાર અને જીવા અરજણ પરમારને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ ઘટના આજે સાંજે કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલા દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હરીપર ગામમાં પથ્થરની ખાણ ધરાવતા માલિકને સરપંચ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી. આ હેરાનગતિ ટાળવા માટે સરપંચના પતિ ડાયા અરજણ પરમાર અને જીવા અરજણ પરમારે ખાણ માલિક પાસેથી શરૂઆતમાં 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વાટાઘાટોના અંતે, 20 લાખ રૂપિયામાં મામલો પતાવવાનું નક્કી થયું હતું. આ 20 લાખ રૂપિયા પૈકી પ્રથમ હપ્તા તરીકે પાંચ લાખ રૂપિયા આપવા માટે આજે સાંજે કલ્યાણપુર મામલતદાર કચેરી સામેના દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં આરોપીઓ અને ફરિયાદી ભેગા થયા હતા. ફરિયાદીએ અગાઉથી જ જામનગર એસીબીને જાણ કરી હતી. જામનગર એસીબીએ છટકું ગોઠવી ડાયા અરજણ પરમાર અને જીવા અરજણ પરમારને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા હતા. એસીબી દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબી દ્વારા આરોપીઓના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વિરમગામમાં સગા પુત્ર અને પત્નીએ જ કરી પિતાની હત્યા:અકસ્માત દર્શાવી ગુનો છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ, ભાણેજની શંકાથી ખુલ્યું હત્યાનું રહસ્ય
    Next Article
    વાપી રેલવે સ્ટેશન પર CCTVથી મોબાઈલ ચોર ઝડપાયો:બિહારનો યુવક બે મોબાઈલ સાથે પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment