Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વતનમાં બહુ ગરમી છે તો અમારૂ AC ઘરે લગાવી દો':પખવાડિયા પહેલાની વાત યાદ કરી નડિયાદમાં કાકા ભાવુક, USAના વુસ્ટરની હોટલમાં દંપતી અને દીકરીનું મોત

    1 day ago

    અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી ઈકોનો હોટલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં મૂળ નડિયાદના વતની હિતેશ સુથાર, તેમના પત્ની હિનાબેન અને 20 વર્ષની પુત્રી ઈશાનીનું ઘટનાસ્થળે જ ગૂંગળામણના કારણે મોત નીપજ્યું છે. આ હૃદયદ્રાવક દુર્ઘટનાને પગલે નડિયાદમાં વસતા તેમના સ્નેહીજનો અને કુટુંબીજનોમાં ભારે અરેરાટી સાથે ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. હિતેશના કાકા પખવાડિયા પહેલાની વાત યાદ કરી ભાવુક થયા હતા. આગની ઘટનામાં હસતો-ખેલતો પરિવાર હોમાઈ ગયો મૂળ નડિયાદના વતની હિતેશ સુથાર પોતાના પરિવાર સાથે પ્રગતિના પંથે આગળ વધવા માટે માત્ર 2 વર્ષ પહેલાં જ અમેરિકા ગયા હતા. તેઓ વુસ્ટર ખાતે આવેલી ઈકોનો લોજમાં રહીને પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યા હતા. 20 વર્ષની દીકરી ઈશાનીના ભવિષ્ય અને પરિવારની આર્થિક સધ્ધરતા માટે લીધેલો આ નિર્ણય આટલો ઘાતક સાબિત થશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી. આ આગની ઘટના એટલી ભયાનક હતી કે પરિવારને બચવાની કોઈ તક જ મળી ન હતી અને હસતો-ખેલતો પરિવાર આગમાં હોમાઈ ગયો હતો. દીકરીના ઉછેરમાં તકલીફ પડતા લંડન છોડી ફરી નડિયાદ આવ્યાં હતા હાલ નડિયાદમાં રહેતા તેમના સગા કાકા કનુભાઈ સુથારે આ દુઃખદ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, હિતેશે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ અને રોજગારી માટે લંડન ગયા હતા. લંડનમાં વસવાટ દરમિયાન તેમને હિનાબેન સાથે પ્રેમ થતાં બંનેએ લગ્ન કર્યા હતા અને ત્યાં જ તેમની દીકરી ઈશાનીનો જન્મ થયો હતો. જોકે, લંડનમાં દીકરીના ઉછેરમાં તકલીફ પડતી હોવાના કારણે તેઓ લંડન છોડીને પાછા નડિયાદ આવી ગયા હતા. નડિયાદ આવ્યા બાદ તેઓ કોલેજ રોડ પર રહેવા ગયા હતા અને પ્લાયવુડનો ધંધો શરૂ કર્યો હતો. ઘટનાના માત્ર 15 દિવસ પહેલા જ કાકા સાથે વાત કરી કાકાએ વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માતની આ ઘટનાના માત્ર 15 દિવસ પહેલા જ તેમની હિતેશભાઈ સાથે ફોન પર વાતચીત થઈ હતી. તે સમયે હિતેશભાઈએ ફોન પર વતનની ગરમીની ચિંતા કરતા જણાવ્યું હતું કે, અત્યારે નડિયાદમાં ગરમી બહુ વધારે છે, જેથી આપણા ફ્લેટ પર જે એસી લગાવેલું છે તે લાવીને તમારા ઘરે લગાવી દો જેથી તમને ગરમીથી રાહત રહે. નડિયાદમાં પ્લાઇવુડની દુકાન શરૂ કરી હતી મૃતક હિતેશભાઈના કુટુંબીજનોએ વર્ષ 2020માં નડિયાદના કોલેજરોડ વિસ્તારમાં આવેલા યોગીરાજ ફ્લેટમાં નવું ઘર ખરીદ્યું હતું. અગાઉ લંડનથી પરત આવ્યા બાદ હિતેશભાઈ, તેમના પત્ની અને દીકરી આ ઘરમાં પોતાના માતા-પિતા સાથે રહેતા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે નડિયાદના માઈમંદિર વિસ્તારમાં પ્લાઇવુડની એક દુકાન શરૂ કરીને સ્થાનિક સ્તરે જ વ્યવસાય શરૂ કર્યો હતો. પિતાના અવસાન બાદ ફરી અમેરિકા ગયા નડિયાદમાં વસવાટ દરમિયાન વૈશ્વિક મહામારી કોરોનાકાળમાં હિતેશભાઈના પિતાનું અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ હિતેશભાઈની અમેરિકા જવા માટેની ફાઈલ મંજૂર થઈ ગઈ હતી, જેથી તેઓ મે 2023માં પોતાના પરિવાર સાથે અમેરિકા જવા રવાના થયા હતા. અમેરિકા પહોંચ્યા બાદ તેઓ વુસ્ટર ખાતે તેમના એક મિત્રની મોટેલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ત્યાં જ સ્થાયી થયા હતા. હંમેશા વતનમાં લોકોની મદદ કરવા માટે તત્પર રહેતા નડિયાદમાં રહેતા સ્નેહીજનોના જણાવ્યા અનુસાર હિતેશ, તેમની પત્ની અને દીકરી ત્રણેયનો સ્વભાવ ખૂબ જ સરળ અને માયાળુ હતો. તેઓ હંમેશા વતનમાં અને આસપાસના લોકોની મદદ કરવા માટે તત્પર રહેતા હતા. અમેરિકામાં સ્થાયી થઈને હજુ તો તેઓ સ્થિર થઈ રહ્યા હતા ત્યાં જ સર્જાયેલી આ અણધારી આફતે નડિયાદના આ સુથાર પરિવારનો માળો વિખી નાખ્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અમેરિકામાં હોટેલમાં આગ લાગતા ત્રણ ગુજરાતીના મોત અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી ઈકોનો હોટલમાં અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ ગુજરાતના નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના ગૂંગળામણના કારણે કરુણ મોત નીપજ્યા છે. છેલ્લા 2 વર્ષથી ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે અમેરિકામાં સ્થાયી થયેલા હિતેશભાઈ સુથાર, તેમના પત્ની હિનાબેન અને 20 વર્ષની પુત્રી ઈશાનીનું આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢના 4 તાલુકામાં 62 ઈંચ વરસાદ, 22 ગામો સંપર્ક વિહોણા:માંગરોળમાં આભ ફાટ્યું, 19 લોકો પૂરમાં ફસાતા રેસ્ક્યુ, NDRF-SDRF તૈનાત; ગુજરાતના 167 તાલુકામાં વરસાદ
    Next Article
    Tragedy Strikes Mumbai, Delhi's Long-Delayed Tree Census Still Stuck

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment