Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ACમાં બ્લાસ્ટ થવાથી 9 લોકો જીવતા ભડથું થયા:દિલ્હીમાં 4 માળની બિલ્ડિંગમાં આગ લાગી, 2 લોકો ઘાયલ થયા; 15 જેટલાં લોકોને બચાવવામાં આવ્યા

    9 hours ago

    દિલ્હીના શાહદરા વિસ્તારના વિવેક વિહારમાં એક ચાર માળની બિલ્ડિંગમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. બચાવ અને આગ ઓલવવા દરમિયાન બિલ્ડિંગમાંથી 10-15 લોકોને બચાવવામાં આવ્યા હતા. ઘટનામાં બે લોકો સામાન્ય રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આગ બીજા, ત્રીજા અને ચોથા માળના ફ્લેટમાં લાગી હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ હાજર હતી. સાથે જ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો પણ તૈનાત હતી. એક સ્થાનિક નિવાસી રોહિતે જણાવ્યું કે રાત્રે લગભગ 3:13 વાગ્યે ACમાં ધડાકાથી ઘરમાં આગ લાગી હતી. દુર્ઘટનાની સૂચના મળતા ફાયર બ્રિગેડ લગભગ 3:35 વાગ્યે પહોંચી હતી. ઘણા લોકોને બાલ્કની અને બારીઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળની 4 તસવીરો… શાહદરાના ડીસીપી રાજેન્દ્ર પ્રસાદ મીણાએ જણાવ્યું કે સવારે લગભગ 4 વાગ્યે અમને આગ લાગવાની જાણ થઈ હતી. કોલ મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવી લેવાયો. તેમણે જણાવ્યું કે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે, જેથી કોઈ અન્ય ફસાયેલું છે કે કેમ તેની તપાસ કરી શકાય. એક સ્થાનિક નિવાસી ચરણજીત સિંહે જણાવ્યું કે હજુ પણ 1-2 પરિવાર ઇમારતની અંદર ફસાયેલા હોઈ શકે છે. તેમણે કહ્યું કે 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે આવી હતી. લગભગ 20 લોકોને બાલ્કની અને બારીઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. પાછળના ફ્લેટના કેટલાક લોકો બહાર નીકળી ગયા હશે, પરંતુ 1-2 પરિવાર હજુ પણ અંદર ફસાયેલા હોઈ શકે છે. 29 એપ્રિલ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કારમાં આગ, 6 જીવતા ભડથું થયા રાજસ્થાનના અલવર પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર 4 દિવસ પહેલા, 29 એપ્રિલે એક આર્ટિગા કાર આગનો ગોળો બની ગઈ હતી. ચાલુ કારમાં આગ લાગવાથી 6 લોકો જીવતા સળગી ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે 5 લોકોના હાડકાં પણ પીગળી ગયા હતા. મૃતકોમાં મધ્યપ્રદેશના શ્યોપુરના રહેવાસી એક જ પરિવારના 5 લોકો હતા. બધા વૈષ્ણોદેવીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ફિફ્ટી ફટકાર્યા બાદ કાર્તિકનું ધોની સ્ટાઇલમાં ‘ગન સેલિબ્રેશન’:નૂર અહમદનું ‘નો-લુક’ સેલિબ્રેશન વાયરલ, ચાલુ મેચમાં જ તિલક વર્માને થયું કરોડોનું નુકસાન, મેચ મોમેન્ટ્સ
    Next Article
    MP-રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં વાવાઝોડું-વરસાદ:જયપુરમાં વીજળીનો તાર તૂટવાથી યુવક જીવતો સળગી ગયો; દેશના 4 શહેરોમાં તાપમાન 44°C પાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment