Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ચોર AC ચાલુ કરી 6 કલાક આરામ કર્યો:એડ એજન્સીમાંથી 64 હજારની ચોરી કરી ફરાર

    18 hours ago

    નવસારીના જુનાથાણા વિસ્તારમાં એક એડ એજન્સીમાં ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક તસ્કરે ચોરી કર્યા બાદ ભાગવાને બદલે ઓફિસમાં જ એર કંડિશનર (AC) ચાલુ કરીને લગભગ 6 કલાક આરામ કર્યો હતો. આ ઘટનામાં કુલ 64,000 રૂપિયાની ચોરી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે આશરે 10:26 કલાકે એક નકાબપોશ શખ્સ તાળું તોડીને એડ એજન્સીની ઓફિસમાં પ્રવેશ્યો હતો. તેણે ઓફિસના ડ્રોઅરમાંથી 60,000 રૂપિયા રોકડા અને 10 ગ્રામ ચાંદીની ચોરી કરી હતી. ચોરીનો મુદ્દામાલ હાથ લાગ્યા બાદ, બહારની ગરમીથી બચવા માટે તસ્કરે ઓફિસનું AC ચાલુ કર્યું હતું. તે ખુરશી પર બેસીને આરામ કરતો જોવા મળ્યો હતો. ઓફિસના CCTV ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે ચોર રાત્રે 10:26 વાગ્યે પ્રવેશ્યો હતો અને વહેલી સવારે 4:53 વાગ્યા સુધી ઓફિસમાં જ રોકાયો હતો. આશરે સાડા છ કલાક સુધી ACની ઠંડી હવામાં આરામ કર્યા બાદ તે સૂર્યોદય પહેલા શાંતિથી રવાના થયો હતો. ચોરની આ અસામાન્ય મોડસ ઓપરેન્ડીને કારણે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે શખ્સની ઓળખ કરવા અને તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડીયારું:શા માટે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન? જાણો રેલવે સ્ટેશન પર મુસાફરોની દયનીય સ્થિતિના કારણો
    Next Article
    નવસારી: સૌરાષ્ટ્ર ગયેલા મતદારોને પરત લાવવા ભાજપ સક્રિય:હીરા ઉદ્યોગમાં મંદી અને વેકેશનને કારણે મતદારો વતન ગયા; પક્ષો માટે ચિંતાનો વિષય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment