Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AC ડોમ માટે ખાસ ચોરસ મીટર દીઠ વ્યક્તિનો રેશિયો નક્કી:નવરાત્રીમાં 5 શરતોનું પાલન ફરજિયાત, ક્ષમતાથી વધુ ભીડ હશે તો આયોજકો સામે કાર્યવાહી થશે; સુરત ફાયરની ગાઈડલાઈન જાહેર

    6 hours ago

    આગામી નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા રસિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા વિશેષ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને શહેરમાં વધતા ક્લોઝ્ડ એરકન્ડિશન્ડ (AC) ડોમના કલ્ચરને જોતાં ફાયર વિભાગે આકરા નિયમો ઘડ્યા છે. AC ડોમ સંપૂર્ણ બંધિયાર હોવાથી ત્યાં પ્રત્યેક ચોરસ મીટર દીઠ વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને આયોજકો માટે અંદર આવતા-જતા લોકોનો સચોટ હેડકાઉન્ટ રેકોર્ડ રાખવો ફરજિયાત બનાવાયો છે. ગરબા મંડપો માટે 500 ચોરસ મીટર ક્ષેત્રફળ, 9 મીટર ઊંચાઈ અને 50થી વધુ લોકોની ક્ષમતા હોય તો ફાયર NOC, 15 મીટરથી ઓછું એક્ઝિટ ટ્રાવેલિંગ ડિસ્ટન્સ, ગ્લો સાઈનેજ સાથે ઇમરજન્સી એક્ઝિટ, ફાયર સાધનો અને સ્થળ પર ટ્રેઇન્ડ મેનપાવર આ મુખ્ય 5 મુદ્દાઓનું પાલન કરવું પડશે. જો આયોજકો આ નિયમોનું પાલન નહીં કરે કે ક્ષમતા કરતાં વધારે ભીડ એકઠી કરશે, તો ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક નોટિસ ફટકારી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે અને સક્ષમ સત્તા દ્વારા મંડપ બંધ કરાવવા સહિતની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. આયોજકો માટે ફાયર સેફ્ટીના 5 મુખ્ય નિયમો ફાયર વિભાગ દ્વારા મંડપ આયોજકો માટે કુલ 30 મુદ્દાઓની વિસ્તૃત ગાઈડલાઈન પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાંથી પાંચ સૌથી મહત્વપૂર્ણ નિયમો દરેક આયોજકે ચુસ્તપણે લાગુ કરવાના રહેશે ક્ષમતા કરતાં વધુ ભીડ થશે તો આયોજકો સામે કાર્યવાહી થશે જો કોઈ આયોજક ફાયર વિભાગની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે તો તંત્ર તરફથી સહેજ પણ ઢીલ મૂકવામાં નહીં આવે. પોલીસ કમિશનર સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકના આદેશ અનુસાર મંડપોમાં નિર્ધારિત ક્ષમતા કરતાં એક પણ વ્યક્તિ વધુ પ્રવેશી શકશે નહીં. આયોજકોએ ગેટ પર પ્રવેશ અને નિકાસનો ચોક્કસ હિસાબ રાખવો પડશે; જ્યારે અંદરથી લોકો બહાર નીકળે ત્યારે જ નવા લોકોને અંદર પ્રવેશ આપવાની છૂટ મળશે. જો ચેકિંગ કે સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન વધારાનો ક્રાઉડ અંદર ઘૂસાડેલો જણાશે, તો ફાયર વિભાગ તાત્કાલિક કારણદર્શક નોટિસ આપશે અને પોલીસ વિભાગને સત્તાવાર જાણ કરશે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આયોજકો સામે ગુનો નોંધીને મંડપનું લાયસન્સ રદ કરવા સુધીનાં પગલાં ભરાશે. હાલ સુરતમાં ઓનલાઈન પોર્ટલ પર કુલ 13 અરજીઓ આવી છે, જેમાંથી તમામ શરતો પૂરી કરતા માત્ર 2 મંડપોને જ NOC અપાઈ છે, જ્યારે બાકીના 11 મંડપોમાં ક્ષતિઓ જણાતાં તાત્કાલિક સુધારો કરવાનો આદેશ અપાયો છે. AC ડોમમા શ્વાસ ન રૂંધાય તે માટે માથાદીઠ સ્પેસ ફરજિયાત હાલ વરસાદી માહોલ અને ગરમી-બફારાથી બચવા સુરતમાં મોટા પાયે ક્લોઝ્ડ AC ડોમ બાંધવામાં આવી રહ્યા છે, જે ફાયર સેફ્ટીની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. AC ડોમ સંપૂર્ણપણે પેક હોવાને લીધે તેમાં ધુમાડો ભરાઈ જવાનું અને શ્વાસ ગૂંગળાવાનું જોખમ સૌથી વધુ રહે છે. આથી ફાયર વિભાગે AC ડોમ માટે ખાસ 'ચોરસ મીટર દીઠ વ્યક્તિ'નો રેશિયો નક્કી કર્યો છે. આયોજકોએ ડોમની અંદર પ્રવેશતા અને બહાર જતા લોકોની સંખ્યાનું સતત મોનિટરિંગ કરવું પડશે જેથી મર્યાદાથી વધુ ભીડ અંદર ન થાય. આ ઉપરાંત, મંડપ સંપૂર્ણપણે બનીને તૈયાર થાય તે પછી જ સ્થળ તપાસ કરીને અંતિમ NOC ઇશ્યૂ કરવામાં આવશે. જોકે મંડપના સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી (મજબૂતી) ચકાસવાની જવાબદારી સ્ટ્રક્ચરલ એન્જિનિયરો અને સંબંધિત સક્ષમ સત્તાની રહેશે, પરંતુ ફાયર સેફ્ટી મામલે લેશમાત્ર બાંધછોડ નહીં ચલાવી લેવાય. 'ગરબા રમવા જતાં પહેલાં લોકો ઈમરજન્સી એક્ઝિટ ચોક્કસ ચકાસી લે' સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ. ડી. ધોબીએ આયોજકો અને ગરબે ઘૂમવા આવતી જનતા બંનેને સતર્ક રહેવા ભારપૂર્વક અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અમારા તરફથી 30 જેટલા મુદ્દાઓની ગાઈડલાઈન પ્રસિદ્ધ કરાઈ છે અને તમામ ક્રાઈટેરિયા ફુલફિલ થાય તે પછી જ NOC આપવામાં આવશે. આયોજકોએ રેકોર્ડ મેન્ટેન કરવો પડશે કે જગ્યા મુજબ કેટલા માણસો અંદર છે અને વધારાના ક્રાઉડને બહાર જ રોકી રાખવો પડશે. જો વધુ માણસો ઘૂસાડવામાં આવશે તો નોટિસ આપીને પોલીસ વિભાગ તથા સક્ષમ સત્તાને કડક કાર્યવાહી માટે જાણ કરીશું. ખેલૈયાઓને સલાહ આપતાં તેમણે ઉમેર્યું હતું કે, લોકોને અમારી વિનંતી છે કે કાર્યક્રમમાં નિયત સમયે જવું અને જ્યાં વધુ પડતો ક્રાઉડ જણાય ત્યાંથી ઝડપથી બહાર નીકળી જવું. જ્યારે પણ મંડપમાં પ્રવેશો ત્યારે સૌથી પહેલાં એક્ઝિટ ક્યાં છે એ અચૂક ચેક કરી લો જેથી કોઈ દુર્ઘટના વખતે ઝડપથી બહાર નીકળી શકાય. જો ક્યાંય ફાયર સેફ્ટીના સાધનો ઓછા જણાય તો તાત્કાલિક આયોજક અથવા ફાયર કંટ્રોલ રૂમને જાણ કરો.
    Click here to Read More
    Previous Article
    AISA leader Neha detained during Delhi protest, demonstrators surround police bus
    Next Article
    જલાલપોરમાં મિત્ર પર ચાકુથી હુમલો કરનાર આરોપી ઝડપાયો:કુખ્યાત ગણેશ ઉર્ફે ઘુઘાએ ગળા અને પગે ઘા માર્યા, ગણતરીની કલાકોમાં પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment