Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મથુરામાં એક્સપ્રેસવે પર દોડતી AC બસમાં આગ લાગી:20 ફૂટ ઊંચી જ્વાળાઓ ભભુકી, MPના છતરપુર જઈ રહેલા 40 મુસાફરોએ ભાગીને બચાવ્યો જીવ

    7 hours ago

    મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર શનિવારે મોડી રાત્રે દોઢ વાગ્યે દોડતી ડબલ ડેકર એસી બસમાં આગ લાગી ગઈ. જોતજોતામાં આખી બસમાંથી 20 ફૂટ ઊંચી જ્વાળાઓ ઉઠવા લાગી. સમય રહેતાં બસમાં સવાર તમામ 40 મુસાફરોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો. ફાયર બ્રિગેડે દોઢ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. ત્યાં સુધીમાં બસ અને તેમાં રાખેલો તમામ સામાન સંપૂર્ણપણે સળગી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બસની વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. ખજુરાહો ટ્રાવેલ્સની બસ દિલ્હીથી મધ્ય પ્રદેશના છતરપુર જઈ રહી હતી. બસમાં લાગેલી આગની 2 તસવીરો… અકસ્માત સમયે મુસાફરો સૂતા હતા, ધુમાડો નીકળતાં જ ચીસાચીસ મચી ગઈ મધ્ય પ્રદેશનો રહેવાસી ડ્રાઇવર જિતેન્દ્ર 40 મુસાફરોને બસ (MP 14 ZH 5063)માં બેસાડીને દિલ્હી કાશ્મીરી ગેટથી છતરપુર જવા નીકળ્યો હતો. આ દરમિયાન રાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ-વે પર રાયા કટ પુલ પાસે બસમાં આગ લાગી ગઈ. બસમાં સવાર મુસાફરોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો સૂતા હતા. અચાનક બસમાંથી ધુમાડો નીકળ્યો અને ત્યારબાદ બસમાં ચીસાચીસ મચી ગઈ. બધા મુસાફરો ગભરાઈ ગયા હતા. ડ્રાઇવરે બસને રસ્તાની સાઈડમાં ઊભી કરી દીધી. ત્યારબાદ ઉતાવળમાં બધા બસમાંથી નીચે ઉતરી ગયા, પરંતુ સૌનો સામાન બસમાં જ રહી ગયો હતો. સીઓ સંજીવ કુમાર રાયે જણાવ્યું, 'શનિવારે રાત્રે 1:38 વાગ્યે પીઆરવીને બસમાં આગ લાગવાની જાણકારી મળી. પ્રભારી નિરીક્ષક પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. થોડી જ વારમાં ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ અને આગ બુઝાવી દીધી. મામલામાં હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.' -----------------------------
    Click here to Read More
    Previous Article
    छठी मइया मेरा बाबू लौटा दो... छठ पूजा के लिए बने तालाब में डूबा 16 साल का लड़का, गुहार लगाती रही बेबस मां
    Next Article
    બોટાદના મહિલા અને બાળ અધિકારીની ભરૂચ બદલી:આઈ. આઈ. મન્સૂરીને અધિકારીઓ અને કર્મચારીઓએ વિદાય આપી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment