Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિંગ રોડની અભિષેક માર્કેટમાં ACમાં શોર્ટ સર્કિટથી આગ:વેપારીઓમાં દોડધામ, ફાયર બ્રિગેડે 10 મિનિટમાં આગ બુઝાવી મોટી હોનારત ટાળી

    4 दिन पहले

    સુરત શહેરના ટેક્સટાઈલ હબ ગણાતા રિંગ રોડ વિસ્તારમાં આવેલી એક કાપડ માર્કેટમાં આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની જાણીતી અભિષેક માર્કેટના પહેલા માળે આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી અને ભાગદોડનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં સાડીની દુકાનમાં એર કન્ડિશનર (AC) માં થયેલા શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું મળતી વિગતો અનુસાર, રિંગ રોડ પર આવેલી અભિષેક માર્કેટના પહેલા માળે 'વિશાલ સિલ્ક મિલ' નામની રેડીમેડ સાડી મટીરિયલની દુકાન આવેલી છે. સામાન્ય દિવસની જેમ જ્યારે માર્કેટમાં વેપાર ચાલી રહ્યો હતો, ત્યારે આ દુકાનના એસી (AC) માં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. તેમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવાની સાથે જ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગ લાગતાની સાથે જ દુકાનમાં હાજર કર્મચારીઓ, આસપાસના વેપારીઓ અને ગ્રાહકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઉપલબ્ધ પ્રાથમિક સાધનો વડે આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. 3 ફાયર સ્ટેશનની ગાડીઓએ મોરચો સંભાળ્યો આ ઘટના અંગે સુરત ફાયર બ્રિગેડને તાકીદે જાણ કરવામાં આવતા, કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ધોરણે અલગ-અલગ 3 ફાયર સ્ટેશનની ગાડીઓ અને ફાયર ફાઈટરોના કાફલાને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. ફાયર ટીમે સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી અને પાણીનો મારો ચલાવીને માત્ર 10 જ મિનિટની અંદર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સમયસરની કામગીરીથી લાખોનું નુકસાન અટક્યું કાપડ માર્કેટનો આ વિસ્તાર અત્યંત ગીચ હોવાથી અને દુકાનોમાં કાપડનો મોટો જથ્થો હોવાથી આગ વધુ પ્રસરે તો મોટી હોનારત થવાની ભીતિ રહે છે. જો કે, ફાયર વિભાગની તત્પરતા અને સમયસરના ઓપરેશનને કારણે આગને અન્ય દુકાનો સુધી પહોંચતી અટકાવી દેવામાં આવી હતી. આ ત્વરિત કામગીરીને લીધે લાખો રૂપિયાનું કાપડ બચી ગયું હતું અને કોઈ જાનહાનિ કે મોટું આર્થિક નુકસાન ન થતાં વેપારીઓએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    યુવક પર ક્રિકેટ બેટથી જીવલેણ હુમલો:બોટાદના લાઠીદડ ગામમાં ઉછીના પૈસા આપવાની ના પાડતા મામલો બિચક્યો, માથામાં ટાંકા લેવા પડ્યાં
    Next Article
    'હવે પછી ઊંચા અવાજે વાત કરી તો જીવતો નહીં મૂકીએ':વોટ્સએપ ગ્રુપમાં બહેનનો ફોટો મૂકવા અંગે ફોન પર ઠપકો આપતા ઘોઘાના યુવક પર બે ભાઈઓએ ધારિયાથી હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment