Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિરમા યુનિ.ના સ્ટેન્ડઅપ કોમેડી શોમાં વિદ્યાર્થીનો કોલર પકડી ધમકાવતા વિવાદ:ABVPએ વિરોધ કરી VC હાય... હાય... ના નારા સાથે રામધૂમ બોલાવી, પ્રોફેસર સામે કડક કાર્યવાહીની માંગ

    11 hours ago

    નિરમા યુનિવર્સિટીમાં સ્ટેન્ડઅપ કાર્યક્રમમાં પ્રોફેસરે વિદ્યાર્થીનું કોલર પકડીને ધમકાવતા વિવાદ: ABVPએ વિરોધ કરી પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી, કહ્યું સ્ટેજ પર વિદ્યાર્થીને અપમાનિત કરવામાં આવ્યો, વીડિયો વાયરલ થતા તપાસ કમિટી બનાવાઈ નિરમા યુનિવર્સિટીમાં સ્ટેન્ડઅપ કોમેડીના કાર્યક્રમ સમયે એચ.કે પટેલ નામના એક પ્રોફેસરે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી કોલર પકડીને ધમકાવ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થતાં પ્રોફેસર સામે વિદ્યાર્થી સંગઠનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા નિરમા યુનિવર્સિટી પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાઈસ ચાન્સેલરને આવેદન પત્ર આપી વિદ્યાર્થીને ધમકાવનાર પ્રોફેસર સામે કડક કાર્યવાહની માંગ કરવામાં આવી છે. જોકે. વીડિયો વાઈરલ થયા બાદ નિરમા યુનિવર્સિટી દ્વારા એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. જે અત્યારે બંને પક્ષના નિવેદન લઈને ઘટનાની તપાસ કરી રહી છે. વિદ્યાર્થીએ કોમેન્ટ પાસ કરતા પ્રોફેસર રોષે ભરાયા નિરમા યુનિવર્સિટીમાં ગત રવિવારે EI (ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટુમેન્ટેન્શન)ના વિદ્યાર્થીઓનો એક ટેક્નોફોરા નામથી કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેમાં સ્ટેન્ડઅપ કોમેડી શો હતો. આ દરમિયાન સ્ટેજ પર HOD અને પ્રોફેસર એચ.કે પટેલ વિદ્યાર્થીઓને સંબોધન કરી રહ્યા હતા. તે દરમિયાન એક વિદ્યાર્થીએ કોમેન્ટ પાસ કરતા કહ્યું હતું કે 'જલ્દી બોલ સુબહ પનવેલ નીકલના હૈ'. આ સાંભળ્યા બાદ પ્રોફેસરે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવ્યો અને તેનો કોલર પકડી ધમકાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. ABVPએ હાય... હાય... ના નારા સાથે રામધૂમ બોલાવી આ સમગ્ર મામલે ABVPના કાર્યકર્તાઓ નિરમા યુનિવર્સિટી ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે તેમને ગેટ પર અટકાવવામાં આવ્યા હતા. જોકે, સિક્યોરિટી ગાર્ડ સાથે ઘર્ષણ બાદ ABVPના કાર્યકર્તાઓએ નિરમા યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો. વાઈસ ચાન્સેલર હાય... હાય...ના નારા લગાવી ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ પ્રોફેસરને સદબુદ્ધિ મળે તે માટે રામધૂન બોલાવી હતી. વિદ્યાર્થીઓના હકનું હનન થાય ત્યારે ABVP તેમના સાથે ઊભું રહે છે ABVPના મહાનગર મંત્રી ધ્રુમિલ અખાણીએ જણાવ્યું હતું કે, સ્ટેન્ડઅપ કાર્યક્રમમાં વિદ્યાર્થી કોમેન્ટ પાસ કરે છે, ત્યારે તેને સ્ટેજ પર બોલાવીને અપમાનિત કરવાનું કામ પ્રોફેસરે કર્યું છે. કોડ ઓફ કંડક્ટના નિયમનું ઉલ્લઘન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના હકનું હનન કરવામાં આવે છે, ત્યારે ABVP તેમના સાથે ઊભું રહે છે. ભૂતકાળમાં પણ દાખલરૂપ કાર્યવાહી કરવાની માંગ ABVP દ્વારા કરાઈ છે. અગાઉ પણ આ પ્રકારની ઇન્સ્ટિટયૂટની શાન ઠેકાણે લાવવાનું કામ પણ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં પણ કડકમાં કડક કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. આગામી સમયમાં ઉગ્ર આંદોલન ચાલુ રાખવામાં આવશે. અમે સિનિયર પ્રોફેસર અને ડાયરેક્ટરની કમિટી બનાવી: VC નિરમા યુનિ.ના વાઈસ ચાન્સેલર આર.એન. પટેલે જણાવ્યું હતું કે, વીડિયો વાઈરલ થયા પછી અમારા ધ્યાને આવ્યું તે બાદ ફેકલ્ટી અને વિદ્યાર્થી સાથે ચર્ચા કરવામાં આવી હતી. ફેકલ્ટીએ વિદ્યાર્થીની માફી માંગે છે અને વિદ્યાર્થીએ પણ ફેકલ્ટીની માફી માંગી છે. તેમ છતાં અમે લોકોએ સિનિયર પ્રોફેસર અને ડાયરેક્ટરની એક કમિટી બનાવી છે. તેમજ યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ હવે તેની તપાસ કરવામાં આવી રહી છે. ફેકલ્ટીએ પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને હવે તપાસ કમિટી રિપોર્ટ આપ્યા બાદ યુનિવર્સિટીના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વેસુમાં સમજાવવા જતાં મિત્રએ જ ગળામાં ચાકુના ઘા ઝીંક્યાં:દુકાનદાર સાથેની બોલાચાલી શાંત પાડવા ગયેલા મુકુલને ઉશ્કેરાયેલા જીતુએ મોતને ઘાટ ઉતાર્યો
    Next Article
    પાટણ એન્જિનિયરિંગ કોલેજમાં માર્ગ સલામતી સેમિનાર યોજાયો:આરટીઓ પાટણ દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ 200થી વધુ યુવાનોને ટ્રાફિક નિયમો શીખવાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment