Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ABVPનું HNGUને 24 કલાકનું અલ્ટીમેટમ:પૂરક પરીક્ષા, પરિણામો અને ડિગ્રી ફોર્મ પ્રક્રિયા સુધારવા માંગ

    1 day ago

    પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-HNGUમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિવિધ શૈક્ષણિક માંગણીઓ સાથે રજૂઆત કરી છે. ABVP એ યુનિવર્સિટીને પૂરક પરીક્ષાઓ યોજવા, પરિણામોની હાર્ડ કોપી ઝડપથી આપવા અને ડિગ્રી ફોર્મ પ્રક્રિયા સુધારવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયમર્યાદામાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ABVP દ્વારા યુજી અને પીજીના સેમેસ્ટર 3, 4, 5 અને 6 ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત, જાહેર થયેલા પરિણામોની હાર્ડ કોપી પણ ત્વરિત આપવા જણાવ્યું છે. આ માંગણીઓ પાછળનું કારણ આગામી સમયમાં યોજાનારી પોલીસ PSI, કોન્સ્ટેબલ, CCE, TET, TAT અને 15 વર્ષ બાદ આવી રહેલી ખેલ સહાયક ભરતી પરીક્ષાઓ છે. યુનિવર્સિટીના B.P.Ed અને M.P.Ed સહિતના વિદ્યાર્થીઓ આ ભરતી પરીક્ષાઓમાં ફોર્મ ભરી શકે તે માટે પૂરક પરીક્ષાઓ અને સમયસર પરિણામો જરૂરી છે. આ રજૂઆતમાં ડિગ્રી ફોર્મ ભરવા આવતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ પર પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લા યુનિવર્સિટી સાથે જોડાયેલા હોવાથી વિદ્યાર્થીઓને ડિગ્રી ફોર્મ ભરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ABVP એ ડિગ્રી ફોર્મ સ્વીકારવા માટે યોગ્ય ડેટા કલેક્શન વ્યવસ્થા ગોઠવવા અને ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓને રસીદ આપવાની માંગ કરી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પાટણ વિભાગ સંયોજક રાહુલ દેસાઈ દ્વારા ઉપકુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકને આવેદનપત્ર સુપરત કરીને આ માંગણીઓ કરવામાં આવી છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા 24 કલાકમાં આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પુનરાવર્તિત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Rajasthan के New Kota Medical College Hospital में Dialysis से परेशान महिलाएं.. |Ground Report|
    Next Article
    કંપનીમાં યુવા એન્જિનિયરનો આપઘાત:પાદરામાં ખાનગી કંપનીમાં ગળાફાંસો ખાધો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment