Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ:ભરૂચમાં ABVPનું વિરોધ પ્રદર્શન, GEC કોલેજ સામે ABVP કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ

    2 days ago

    ઝારખંડમાં JPSC અને JSSCની પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતાના આક્ષેપો વચ્ચે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના વિરોધમાં ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-ABVP દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દેશવ્યાપી વિરોધના ભાગરૂપે ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ GEC કોલેજની સામે એકત્ર થઈ ઝારખંડ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન લાઠીચાર્જનો આક્ષેપ ABVPના જણાવ્યા મુજબ, ઝારખંડમાં પરીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિ અને અનિયમિતતાના વિરોધમાં કાર્યકરો તથા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ABVPએ દાવો કર્યો હતો કે લાઠીચાર્જની ઘટનામાં કેટલીક વિદ્યાર્થીનીઓ સહિત કાર્યકરોને ઈજાઓ પહોંચી હતી. ઝારખંડ સરકાર સામે સૂત્રોચ્ચાર ઘટનાના વિરોધમાં ભરૂચ ABVP દ્વારા GEC કોલેજ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ઝારખંડ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલા કથિત પોલીસ દમનનો વિરોધ કર્યો હતો અને સમગ્ર ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. CBI તપાસ અને પારદર્શક પરીક્ષા પ્રક્રિયાની માંગ ABVPએ JPSC અને JSSCની પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાની માંગ કરી છે. ઉપરાંત, પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિ અને અનિયમિતતાઓની નિષ્પક્ષ તપાસ માટે CBI તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ ABVP દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભુજ પોલીસે CEIR પોર્ટલથી 5 મોબાઈલ શોધી કાઢ્યા:રૂ. 1.15 લાખના ફોન મૂળ માલિકોને પરત કરાયા
    Next Article
    Telangana Man Dies In US After Battling Burn Injuries For 15 Days

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment