Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી AB સ્કૂલનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન:ઋષિતા પટેલ જિલ્લામાં પ્રથમ, ઈશાન કાપડિયાને GUJCETમાં 120માંથી 120 ગુણ

    12 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2026માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને GUJCET-2026નું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં AB સ્કૂલે શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી છે. શાળાની વિદ્યાર્થિની ઋષિતા યુ. પટેલે 500માંથી 481 ગુણ મેળવી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે ઈશાન કે. કાપડીયાએ GUJCET 2026માં 120માંથી 120 ગુણ મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. સમગ્ર નવસારી જિલ્લામાં કુલ 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાંથી 47 વિદ્યાર્થીઓ માત્ર AB સ્કૂલના છે. આ ઉપરાંત, જિલ્લામાં A2 ગ્રેડ મેળવનાર 438 વિદ્યાર્થીઓમાંથી 196 વિદ્યાર્થીઓ AB સ્કૂલના છે. બોર્ડની પરીક્ષાઓ ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ પ્રશંસનીય દેખાવ કર્યો છે. GUJCET 2026માં ઈશાન કે. કાપડીયાએ 120માંથી 120 ગુણ મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. શાળાના 90 વિદ્યાર્થીઓએ GUJCETમાં 100થી વધુ માર્કસ મેળવ્યા છે. JEE Main 2024માં એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પરીક્ષામાં AB સ્કૂલના 102 વિદ્યાર્થીઓ JEE Advance માટે ક્વોલિફાય થયા છે, જે જિલ્લામાં સૌથી વધુ સંખ્યા છે. વિજ્ઞાન પ્રવાહની સાથે સામાન્ય પ્રવાહમાં પણ શાળાનું પરિણામ 100% રહ્યું છે. સામાન્ય પ્રવાહમાં 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 44 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સફળતા બદલ AB સ્કૂલના ટ્રસ્ટી મંડળ અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. શાળા પરિવારે તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશન દ્વારા પાલડીમાં ઠંડી છાશ વિતરણ:શ્રમજીવીઓ, રાહદારીઓને એક મહિના સુધી વિનામૂલ્યે મળશે મસાલા છાશ
    Next Article
    ઇન્ફન્ટ જીસસ સ્કૂલના વિદ્યાર્થીઓએ GSEBમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું:વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પર્સેન્ટાઈલ મેળવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment