Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામેશ્વર પોલીસ ચોકી બહાર AAP નેતા સાથે બોલાચાલી, VIDEO:જગદીશ ચાવડા કોઈ વ્યક્તિને મારવા દોડ્યા, પીઆઇએ કહ્યું- કૌટુંબિક તકરારમાં ઘટના બની

    6 hours ago

    અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામેશ્વર પોલીસ ચોકી બહાર આમ આદમી પાર્ટીના અનુસૂચિત જાતિ સેલના ચેરમેન જગદીશ ચાવડાની બોલાચાલી અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં જગદીશ ચાવડા અને તેમની સાથે કેટલાક લોકો આવ્યા હતા અને ત્યાં બોલાચાલી કરી હતી. ત્યારબાદ જગદીશ ચાવડા કોઈ વ્યક્તિને મારવા જાય છે એવું વીડિયોમાં જોવા મળે છે, ત્યારે પોલીસ સ્ટેશન બહાર જ બોલાચાલી થઇ હોવાને લઈને સવાલ ઉભા થયા છે. કૌટુંબિક તકરારની પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી કે દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કૌટુંબિક તકરાર બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જે બાબતે તેઓને બોલાવી અને નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. વીડિયો જે દેખાઈ રહ્યો છે. જેમાં જગદીશ ચાવડા જેને મારવા જાય છે તે તેમનો માસીનો દીકરો છે. કૌટુંબીક તકરાર બાબતે અરજીના કામે બોલાવ્યા ત્યારે આ ઘટના બની હતી. આમ આદમી પાર્ટીના અનુસૂચિત જાતિ સેલના પ્રમુખ જગદીશ ચાવડાનો દિવ્ય ભાસ્કર દ્વારા સંપર્ક કરવામાં આવતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. કૌટુંબિક તકરારમાં બોલાચાલીનો વીડિયો વાઈરલ શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રામેશ્વર ચોકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં આમ આદમી પાર્ટીના અનુસૂચિત જાતિ સેલના પ્રમુખ જગદીશ ચાવડા અને કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. કોઈ વ્યક્તિ બોલ્યો હતો અને ત્યારબાદ તેઓ બહાર આવ્યા હતા અને વ્યક્તિને મારવા માટે જઈ રહ્યાં હતાં, પરંતુ એક વ્યક્તિએ તેમને રોક્યા હતા. બીજા વીડિયોમાં પણ એક વ્યક્તિ તેમને પકડી રાખી રહ્યો છે અને ચોકીના દરવાજા પાસે પોલીસકર્મીઓને કેટલાક લોકો ઊભા છે. એક વ્યક્તિ વીડિયોમાં બોલે છે માર મને તું માર. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આમ આદમી પાર્ટીના નેતાના કૌટુંબિક તકરારમાં બોલાચાલી થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં ગંધારી ચોકડી પાસે અકસ્માત:ઈકો કારની ટક્કરે બાઈક સવાર દંપતીનું મોત
    Next Article
    Why scientists triggered 8,000 earthquakes below Swiss Alps

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment