Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર AAP પ્રમુખે EVM પર સવાલ ઉઠાવ્યા:વસરામભાઈ રાઠોડે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામો પર શંકા વ્યક્ત કરી

    2 days ago

    જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી (AAP) ના જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડે ઈવીએમ (EVM) મશીનોની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ EVM ના સહારે ઘણી બેઠકો જીતી છે. રાઠોડે જણાવ્યું કે તેઓ પોતે જિલ્લા પંચાયતની જોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. બાલાચડી તાલુકા પંચાયતની બેઠકમાં આવતા ખીરી ગામમાં AAP ના ઉમેદવારને 219 મત મળ્યા, જ્યારે તેમને (વસરામભાઈને) માત્ર 18મત મળ્યા. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસના ઉમેદવાર, જે ક્યારેય મત માંગવા પણ આવ્યા ન હતા, તેમને 201 મત મળ્યા હતા. વસરામભાઈએ વધુમાં કહ્યું કે ભાજપના ઉમેદવાર, જે તે જ ગામના વતની છે અને 60 થી વધુ સભ્યોનો પરિવાર ધરાવે છે, તેમને પણ માત્ર 18મત જ મળ્યા. તેમણે દાવો કર્યો કે ભાજપના સ્થાનિક હોદ્દેદારોએ આ બાબતે ફરિયાદ ન કરવા માટે ઉમેદવાર પર દબાણ કર્યું હતું. રાઠોડે સ્પષ્ટપણે કહ્યું કે EVM માં ખુલ્લેઆમ સેટિંગ કરવામાં આવ્યું છે અને ભાજપના ઉમેદવાર પણ તેનો ભોગ બન્યા છે. તેમણે જામનગરના સાંસદ અને ધારાસભ્યોને વિનંતી કરી કે જો તેઓ લોકશાહીમાં માનતા હોય તો ખીરી ગામમાં જઈને લોકોની પૂછપરછ કરે કે શું તેમણે ખરેખર કોંગ્રેસને મત આપ્યો છે. તેમણે ચૂંટણી દરમિયાન અન્ય ગેરરીતિઓ પણ નોંધી હતી. હંસડા ગામમાં 'ઝાડુ' ના નિશાન પર ટેપ લગાવી દેવામાં આવી હતી, જેની ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. વસરામભાઈ રાઠોડે આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચ અને ભાજપ દ્વારા લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. તેમણે ચેતવણી આપી કે જો ભવિષ્યમાં પણ આવું જ ચાલતું રહેશે તો લોકશાહીનું અસ્તિત્વ જોખમમાં મુકાશે અને લોકોમાં ભારે રોષ જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ભાજપના પ્રચંડ વિજય બાદ કોંગ્રેસમાં ભૂકંપ:જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયારે હારની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું ધર્યું
    Next Article
    Rajkot School Van Accident | રાજકોટના મોટી ટાંકી ચોકમાં સીટી બસે અકસ્માત સર્જ્યો | CCTV | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment