Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAPના બેનરો હટાવી કાર્યકર્તાઓએ ભાજપના બેનર લગાવ્યા, CCTV:ગોપાલ ઇટાલિયાએ કહ્યું, આ ભાજપનો અસામાજિક ત્રાસ; સુરતમાં આપ ભાજપ વચ્ચે સંગ્રામ

    9 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે ગલી-મહોલ્લા સુધી પહોંચી ગયો છે. સુરતમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ છે, ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે. તાજેતરમાં વોર્ડ નં.4માં બનેલી એક ઘટનાએ રાજકીય વાતાવરણમાં ભારે ઉત્તેજના જગાવી છે, જેમાં ભાજપના કાર્યકરો પર AAPના બેનરો હટાવવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ‘આ ભાજપનો અસામાજિક ત્રાસ’ AAPના દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર આક્રમક તેવર બતાવતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, આ ભાજપના અસામાજિક તત્વોનો ત્રાસ છે. ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ હારના ડરથી હવે હલકી કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યું છે. સુરતના વોર્ડ નં. 4માં જે પ્રકારે લોકશાહીના ચીરેચીરા ઉડાડવામાં આવ્યા છે, તે જોઈને જનતા પણ ચોંકી ઉઠી છે. AAPએ જાહેર કરેલા CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ AAP દ્વારા આ મામલે મજબૂત પુરાવા તરીકે સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક શખ્સો આમ આદમી પાર્ટીના પ્રચાર બેનરો અને હોર્ડિંગ્સ ઉતારી રહ્યા છે અને તેની જગ્યાએ ભાજપના બેનરો લગાવી રહ્યા છે. આ ફૂટેજ વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ ભાજપની આ પદ્ધતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે. લોકશાહી કે તાનાશાહી? શું આવી રીતે જીતાશે ચૂંટણી? ઇટાલિયાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "શું ભાજપ આવી રીતે બેનરો હટાવીને ચૂંટણી જીતી જશે?" આ ઘટનાએ સ્થાનિક ચૂંટણી તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે. એક તરફ વિકાસના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ વિપક્ષના પ્રચારના માધ્યમોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. શું ભાજપને જનતાના મત પર ભરોસો નથી કે પછી વિરોધ પક્ષના વધતા પ્રભાવથી ડરી ગયું છે? ‘બેનર વૉર’થી AAPના કાર્યકરોમાં રોષ સુરતનો વોર્ડ નંબર 4 અત્યારે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બેનરો હટાવવાની આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તંગદિલી જોવા મળી રહી છે. AAPના કાર્યકરોમાં ભારે રોષ છે, જ્યારે ભાજપ તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે જોવાનું એ રહેશે કે આ ‘બેનર વૉર’ ની અસર મતદાન પર કેવી પડે છે.
    Click here to Read More
    Previous Article
    મોજતબા ખામેનીનો ચહેરો-હોઠ બળી ગયા, પ્લાસ્ટિક સર્જરીની જરૂર:પગ કાપવાનો વારો આવ્યો, નકલી પગ લાગશે; હવે સેનાના જનરલ દેશ ચલાવી રહ્યા છે
    Next Article
    CUET PG 2026 Result LIVE: Results Shortly For Over 5 Lakh Students; Direct Link Here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment