Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત કલેક્ટર કચેરી સમરાંગણમાં ફેરવાઈ:ભાજપ-કોંગ્રેસ-AAPના કાર્યકરો ભાન ભૂલ્યા, વડોદરામાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ; અમદાવાદ કલેક્ટર કચેરીમાં BJPના MLAનો વિરોધ

    17 hours ago

    રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ચૂંટણી અધિકારી દ્વારા 13 એપ્રિલને સોમવારના ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે ગરમા ગરમી જોવા મળી શકે છે. આ દરમિયાન ફોર્મ રદ થતા ઉમેદવારો ભારે હંગામો પણ મચાવી શકે છે. જોકે, ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવામાં આવશે. આ દરમિયાન અનેક ઉમેદવારો દ્વારા હરીફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા માટે સામ, દામ, દંડ અને ભેદનો ભરપૂર પ્રયાસ કરશે. 15 એપ્રિલના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ કુલ કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ રહેશે તે સ્પષ્ટ થશે. આ દરમિયાન ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ-કોંગ્રેસમાં ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતમાં વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ)માં અસંતોષનો જવાળામુખી ફાટી નીકળ્યો છે. ઉમેદવારની પસંદગીમાં પક્ષપાત અને સ્થાનિકોની અવગણનાના આક્ષેપો સાથે 300થી વધુ લોકો ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર ધસી ગયા હતા. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે, પોલીસનો કાફલો તહેનાત કરવો પડ્યો હતો. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે. કુમાર કાનાણીએ સભા ગજવતા કહ્યું કે, હું લાઈવમાં વિકાસની વાત કરતો હતો ત્યારે એક 'આપ' વાળાએ કીધું કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે. અરે ભાઈ, પ્રજાના જ પૈસા હોય ને! પણ હું એને પૂછવા માંગુ છું કે જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?. સુરત કલેક્ટર કચેરી સમરાંગણમાં ફેરવાઈ ગઈ છે. ભાજપ-કોંગ્રેસ-AAPના કાર્યકરો ભાન ભૂલ્યા છે. કાર્યકરો વિપક્ષી કાર્યકરોને પોતાની પાર્ટીના ખેસ પહેરાવી રહ્યા છે અને અન્ય પાર્ટીના ખેસને પગ નીચે કચડી રહ્યા છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં BJPના MLA કૌશિક જૈન જોવા મળતા NSUIએ વિરોધ નોંધાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Happy Puthandu 2026: Wishes, Images, Quotes, Messages, WhatsApp Status, Greetings To Share On Tamil New Year
    Next Article
    ‘Many learnings from this’: Ayush Shetty’s silver run reveals last-mile challenge

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment