Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAPમાં મોટું ભંગાણ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ.:AAPના SC સેલ પ્રમુખનો કોંગ્રેસમાં પ્રવેશ, કોંગ્રેસમાં ડુંગરપુર સીટની ટિકિટ મામલે કાર્યકર અને જિલ્લા પ્રમુખ વચ્ચે બબાલ; બીજી તરફ કોંગ્રેસ પ્રમુખની પત્રકારો સાથે દાદાગીરી.

    10 hours ago

    ​જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી માટે જૂનાગઢમાં મોટો ફટકો પડ્યો છે. પક્ષના જૂના અને વફાદાર ગણાતા SC સેલના જિલ્લા પ્રમુખ ધીરુભાઈ ગોહેલે પક્ષ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે હીરાભાઈ જોટવાએ તેમને વિધિવત રીતે પક્ષમાં આવકાર્યા હતા. ધીરુભાઈએ AAP પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણના કરીને ટિકિટોનું વેચાણ કરવામાં આવે છે અને ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ​AAP ભાજપની 'B-Team' હોવાનો ગંભીર આક્ષેપ ​વર્ષ 2018થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ધીરુભાઈ ગોહેલે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મેં સંગઠનને ખૂબ નજીકથી જોયું છે, આ પાર્ટી ખરેખર ભાજપની ‘બી-ટીમ’ તરીકે કામ કરી રહી છે.તેમણે ઉમેર્યું કે જેમણે રાત-દિવસ એક કરીને પક્ષનો પાયો મજબૂત કર્યો, તેમને ટિકિટ આપવાને બદલે અન્ય પક્ષોમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. વડાલ સીટ પરથી પોતે ઉમેદવારી નોંધાવી હોવા છતાં, મનગમતો માણસ મળતા પક્ષે રાતોરાત ઉમેદવાર બદલી નાખ્યા હોવાનો પુરાવા સાથે દાવો કર્યો હતો. ​કોંગ્રેસમાં ભડકો: જિલ્લા પ્રમુખ અને કાર્યકર આમને-સામને ​એક તરફ AAPમાં ભંગાણ પડ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસમાં પણ આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. ડુંગરપુર સીટ પર ઉમેદવારની પસંદગીને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને પક્ષના જ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કાર્યકરોનો આક્ષેપ છે કે અમિત પટેલે પહેલા કાર્યકર્તાને ઉમેદવારી કરવાનું કહી બાદમાં પોતાના માનીતા ઉમેદવારનું ફોર્મ ભરાવી દીધું હતું. આ અન્યાય સામે જ્યારે કાર્યકર્તાઓએ રજૂઆત કરી, ત્યારે મામલો બિચક્યો હતો અને પ્રમુખ ઉશ્કેરાઈ ગયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રેમુખ અમિત પટેલની મીડિયા સામે દાદાગીરી ​જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જ્યારે હીરાભાઈ જોટવા અને અમિત પટેલ સામે કોંગ્રેસી કાર્યકરે રોષ વ્યક્ત કર્યો હતો, આ સમગ્ર ઘટનાનું કવરેજ કરી રહેલા પત્રકારો સાથે જિલ્લા પ્રમુખ અમિત પટેલે અભદ્ર વર્તન કર્યું હતું. મીડિયાકર્મીઓને કવરેજ કરતા અટકાવીને તેમણે પોતાની ‘દાદાગીરી’ બતાવી હતી. પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં જ થયેલી આ ખેંચતાણે કોંગ્રેસની શિસ્ત પર સવાલો ઊભા કર્યા છે. ​ધીરુભાઈ ગોહેલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ હોદ્દાની લાલચમાં કોંગ્રેસમાં આવ્યા નથી, નહીંતર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જ જોડાયા હોત. તેમણે AAPને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે કે હવે તેઓ જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના કોઈ મનસૂબા સફળ થવા દેશે નહીં. આમ, જૂનાગઢમાં એક તરફ AAPમાં આક્ષેપો સાથે ભંગાણ અને બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને મીડિયા સાથેના ગેરવર્તનને કારણે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. આવનારા દિવસોમાં આ ઘટનાક્રમ ચૂંટણીના પરિણામો પર કેવી અસર કરે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    કાકાના દીકરાએ JCB મંગાવીને પ્લોટની દિવાલ તોડી નાખી:સિક્યુરિટી ગાર્ડને મારી નાખવાની ધમકી આપી, મહમદપુરામાં જમીન વિવાદને લઈને પરિવારજનો વચ્ચે મામલો ઉગ્ર બન્યો
    Next Article
    Surendrangar Political News|ધ્રાંગધ્રા પાલિકાના વોર્ડ નંબર 8મા ભાજપના 2 ઉમેદવારો થયા બિનહરીફ| News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment