Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAPને ગઢમાં અસંતોષની જ્વાળા દઝાડવા લાગી:સુરત મનપાની ટિકિટ આપી છતાં ડોક્ટર પ્રીતિનું AAPમાંથી રાજીનામું, ડો.નીતાએ પણ પાર્ટી છોડી

    11 hours ago

    પાલિકાની ચૂંટણી પૂર્વે આપ પાર્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગત રોજ બપોરે વોર્ડ નં. 12માં ટિકિટ ફાળવણી થયા બાદ પણ નારાજ ઉમેદવાર ડોક્ટર પ્રીતિ સદાદીયાએ રાજીનામું આપી દીધું હતું. આ વાતની તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પણ પુષ્ટી કરી હતી. આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં જારી કરેલા 98 ઉમેદવારો પૈકી કેટલાક વિવાદિત નામો હોવાથી પાર્ટી માટે કમર કસનારા કાર્યકર્તાઓમાં અંદરખાને ભારે નારાજગી છે. ડોક્ટર પ્રીતિની સાથે 500 કાર્યકર કોંગ્રેસમાં જોડાયા પ્રીતિ સદાદિયાની સાથે સાથે જ 500 જેટલા સક્રિય કાર્યકરોએ સામુહિક રીતે પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ વિવાદ વચ્ચે આપે બીજી ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેમાં પણ વિવાદોમાં ઘેરાયેલાઓને ટિકિટ અપાતા કાર્યકર્તાઓમાં ભારે નિરાશા ફેલાઇ ગઇ હતી. એટલું જ નહીં, પરંતુ ગત યાદીમાં કેટલાક નામો સામે વિરોધ ઊભા થતા બે ઉમેદવારોના નામ રદ કરી અન્ય બેને ટિકિટ આપવામાં આવી છે. ‘રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને કોંગ્રેસમાં જોડાઈ’ ડોક્ટર પ્રીતિ સદાદીયાએ જણાવ્યું હતું કે, હું લગભગ રાજકારણમાં છેલ્લા છ-સાત વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી અને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ઉમેદવારી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં તન, મન, ધનથી મેં લોકોની સેવા કરી છે અને ડોક્ટરી સેવા પણ આપી છે. એટલે મારા વિસ્તારના જે લોકો મારા ચાહકો છે એ લોકોની એવી ઈચ્છા હતી કે એમના વિસ્તારમાંથી હું ચૂંટાઈને આવું. પરંતુ આમ આદમી પાર્ટીએ સમાનતા નહીં પરંતુ સારા લોકો સાથે દગો કર્યો છે. આજ રોજથી કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના, માનવ સેવાના વિચારો છે, તેનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું. ‘નોન સેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવામાં જ માને છે’ ટિકિટ મળવા છતાં રાજીનામું આપનાર પ્રીતિ સદાદિયાએ આપ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક ભડકતી પોસ્ટ કરતા આક્ષેપ કર્યા હતા કે, છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના સ્થાનિક મોવડી મંડળ દ્વારા લેવામાં આવતા નિર્ણયો સાથે હું અત્યંત નિરાશ છું, મારા નૈતિક મૂલ્યો અને પાર્ટીની હાલની દિશા વચ્ચે સ્પષ્ટ તફાવત જણાય છે, કારણકે દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોન સેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવામાં જ માને છે. જેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ વોર્ડ બ્લોક ઇન્ચાર્જ પદ તથા ફાળવવામાં આવેલી વોર્ડ નંબર 12ની ટિકિટનો અસ્વીકાર કરી રાજીનામુ આપી રહી છું. જેની લગતા વળગતાઓ એ નોંધ લેવી. વોર્ડ નં.26ના ગત ચૂંટણી લડેલા ઉમેદવાર ડોક્ટર નીતા બલદાણીયાનું રાજીનામું જ્યારે ડોક્ટર નીતા બલદાણીયાએ આપમાંથી રાજીનામું આપતા જણાવ્યું હતું કે, હું પાર્ટીની મૂળ વિચારધારા અને સમાજ સેવાના ઉદ્દેશ સાથે જોડાઈ હતી. પરંતુ હાલ સુરત શહેરની સ્થાનિક રાજકીય સ્થિતિ અને પાર્ટીની કાર્ય પધ્ધતિમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે તે મારા મૂલ્યો અને આશા ઓ સાથે મેળ ખાતી નથી. સ્થાનિક સ્તરે સંકલનનો અભાવ, કાર્યકર્તાઓ સાથે યોગ્ય સંવાદનો અભાવ અને નિર્ણયઓ લેવામાં પારદર્શિતાનો અભાવ અનુભવાયો છે. જેના કારણે કાર્યકર્તા તરીકે કાર્ય કરવું મુશ્કેલ બની રહ્યું છે. મારા માટે સેવા અને ટીમવર્ક મહત્વપૂર્ણ છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં તે મુજબ કાર્ય કરવાની તક મળી રહી નથી. આ કારણે હું પાર્ટીમાં મારી ઉપર સોંપવામાં આવેલી તમામ જવાબદારીઓ તેમજ કાર્યકર્તા તરીકે જ પદ પરથી તત્કાલ અસરથી રાજીનામુ આપી રહી છું. વોર્ડ નંબર 2ના સહ કન્વીનર અશોક બલરનું રાજીનામું અશોક બલરે રાજીનામુ આપતા જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 5 ની ઉમેદવાર પસંદગી સામે આંગળી ચીંધી છે. તેમના જણાવ્યા મુજબ પક્ષ દ્વારા એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી રહી છે. જે અગાઉ ‘આપ’ના ઉમેદવાર સામે જ હાર્યા હતા. સંબંધિત વ્યક્તિ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ પક્ષ છોડીને જતા રહ્યા હતા, તેમ છતાં તેમને ફરીથી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, જો પક્ષે 'નળિયાચોર' કે ચારિત્રહીન લોકોને જ ટિકિટ આપવી હોય, તો અમે આવા રાજકારણનો હિસ્સો બનવા માંગતા નથી. જ્યારે પક્ષ પોતાના મૂળ રસ્તા પરથી ભટકી રહ્યો હોય ત્યારે પદ પર વળગી રહેવાનો કોઈ અર્થ નથી. હવે પછીની રણનીતિ અને ચૂંટણી લડવી કે કેમ, તે અંગેનો નિર્ણય આગામી સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જ જનતા સમક્ષ મૂકવામાં આવશે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવાની સાથે જ વિવાદમાં ઘેરાયેલી આપ પાર્ટી દ્વારા બીજી યાદીમાં બે નામો સુધારવાની ફરજ પડી હતી. પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી બીજી યાદીમાં વોર્ડ નંબર-4માં સેજલ માલવિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી હતી. જયારે વોર્ડ નંબર-13માં જતીન જરીવાલાને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ કેટલાક અગ્રણીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા છેલ્લી ઘડીએ સેજલ માલવિયાની જગ્યાએ કુંદન કોઠિયા અને જતીન જરીવાલની જગ્યાએ સુશાંત કાપડિયાના નામ જાહેર કરાયા હતા. લાંચ કેસના આરોપી જિતેન્દ્ર કાછડિયાને ટિકિટ આપતા વિવાદ લાંચ મામલે એસીબીના કેસમાં વિવાદિત જિતેન્દ્ર કાછડિયાને ફરીથી ટિકિટ આપવામાં આવતા પાર્ટી પાસે સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો ન હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. વરાછા ઝોનમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર સાથે થયેલા વિવાદમાં એસીબીમાં પણ તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી અને મોટો વિવાદ સર્જાયો હતો. આપ પાર્ટી દ્વારા આવા વિવાદિત ઉમેદવારોને ફરી મોકો અપાતા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવે તેવી સંભાવના છે. પાર્ટી છોડીને ગયેલા દિનેશ કાછડિયાને ફરી ટિકિટ આપી થોડા સમય પહેલાં જ આપમાંથી રાજીનામું આપી દેનારા દિનેશ કાછડિયાને વોર્ડ નંબર-5માંથી ઉમેદવાર જાહેર કરાયા છે. અગાઉ આપ સામે જ કોંગ્રેસમાંથી લડેલા અને પછી આપમાં જોડાયેલા, હતી જતા પાછળથી રાજીનામું આપી દેનારા દિનેશ કાછડિયાને ટિકિટ અપાતા ભારે વિરોધ થઇ રહ્યો છે. ભુતકાળમાં પણ એક વિચિત્ર પ્રકરણને લઈ વિવાદમાં ફસાયા હતા. આપ પાર્ટીના ઘણાં કાર્યકરો પણ શંકાની નજરે જોઇ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ₹10,000થી વધુના ઓનલાઈન-પેમેન્ટ પર 1 કલાકનો બ્રેક:ખોટા ટ્રાન્ઝેક્શન કેન્સલ કરવાની તક મળશે, RBIએ 'કિલ સ્વીચ'નું પણ સૂચન કર્યુ; ઓનલાઈન ફ્રોડ પર RBI મારશે હથોડો
    Next Article
    કોંગ્રેસ-ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ:કોંગ્રેસ ઉમેદવારોને સીધા મેન્ડેટ આપશે, બપોર પછી ફોન આવશે; રાજશ્રી કેસરી રંગબેરંગી સાફો પહેરી ફોર્મ ભરવા નીકળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment