Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની ચૂંટણી, AAPના 75 મૂરતિયા જાહેર:2021માં પાર્ટીએ 27 બેઠકો જીતી હતી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    2 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકા માટે પોતાના પત્તા ખોલી દીધા છે. રવિવારે AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સુરતના વિવિધ વોર્ડ માટે કુલ 75 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. આ સાથે જ પાર્ટીએ દાવો કર્યો છે કે સુરત ગુજરાતની એવી પ્રથમ મહાનગરપાલિકા બનશે જ્યાં આમ આદમી પાર્ટીનો મેયર સત્તા સંભાળશે. ભાજપના ગઢમાં AAPનો પડકાર મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, સુરત હંમેશા ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર અને કુશાસન વધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સુરત એક ગ્લોબલ સિટી હોવા છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓના મામલે અન્યાયનો ભોગ બન્યું છે. સુરતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે આમ આદમી પાર્ટી એક મજબૂત અને ઈમાનદાર વિકલ્પ તરીકે ઉભરી આવી છે. પહેલી યાદીની મુખ્ય વિશેષતાઓ 75 ઉમેદવારો: પાર્ટીએ પ્રથમ યાદીમાં જ 75 નામોની જાહેરાત કરીને પોતાની સક્રિયતા સાબિત કરી છે. નવા ચહેરાઓને સ્થાન: યાદીમાં શિક્ષિત, સક્રિય અને જનતાની વચ્ચે રહેતા સ્થાનિક કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું મનાય છે. ટકાઉ વિકાસનો એજન્ડા: AAPએ પારદર્શક વહીવટ અને દિલ્હી-પંજાબ મોડલની જેમ પાયાની સુવિધાઓ (શિક્ષણ, આરોગ્ય) પર ભાર મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સુરતનો મેયર AAPનો હશે- મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટીએ આ વખતે રણનીતિ બદલી છે. મનોજ સોરઠીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સુરતના લોકો આ વખતે માત્ર વિપક્ષ તરીકે નહીં, પરંતુ શાસક પક્ષ તરીકે AAPને પસંદ કરશે. તેમણે જણાવ્યું કે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરી રહ્યા છે અને આ ચૂંટણીમાં ભાજપના વર્ષો જૂના શાસનનો અંત આવશે. ઉમેદવારોને અભિનંદન અને આગામી રણનીતિ યાદી જાહેર કર્યા બાદ સોરઠીયાએ તમામ પસંદ થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને જીત માટે અગ્રિમ શુભેચ્છાઓ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં બાકી રહેલી બેઠકો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે અને પાર્ટી પૂરી તાકાત સાથે પ્રચાર મેદાનમાં ઉતરશે. સુરત મનપામાં અગાઉ વિપક્ષ તરીકે મજબૂત પકડ બનાવ્યા બાદ, હવે AAP સીધી સત્તા કબજે કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. 75 ઉમેદવારોની આ યાદી ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બની શકે છે. આ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા બે યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં અલગ અલગ મનપા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે યાદી નીચે મુજબ છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ:6 અને 7 એપ્રિલે અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના
    Next Article
    પનીર બાદ હવે ભેળસેળવાળો ગોળ:રસમલાઈ અને પોપટ છાપ બ્રાન્ડના ગોળના નમૂના પરીક્ષણમાં ફેઈલ, તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment