Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAP ગુનેગારો-આયાતી પર મહેરબાન?:સુરતમાં ખંડણી-ઉઘરાણા સાથે પોસ્ટરકાંડના આરોપીની પત્નીને પણ ટિકિટ મળી, કોંગ્રેસ છોડી આવેલા 7 માટે લાલ જાજમ ખોલી

    8 hours ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરતા ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ખંડણી, ઉઘરાણાના આરોપીઓ અથવા તો પોસ્ટર કાંડના ગુનેગારના પત્નીને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. વિવાદાસ્પદ, ગુનાહિત ઇતિહાસ ધરાવતા અથવા તો કોઈ ઓળખતું જ ન હોય એવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ અપાતા કાર્યકરોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. શ્રવણ જોષી (વોર્ડ નં.26ના ઉમેદવાર) સસ્તા અનાજની દુકાનોમાં માલિકોને ધમકાવવાનો મામલો ભારે ગાજ્યો હતો. ચંપત ચૌધરીના વીડિયો બાદ શ્રવણ જોષીની સંડોવણી ખૂલી હતી. આ મામલે લિંબાયત પોલીસ મથકમાં તે અંગે ગુનો દાખલ થયો હતો. આરોપીઓ સામે વેપારીઓએ કડક કાર્યવાહીની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં ગોડાદરા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હતો. આ સાથે પાસાની પણ કાર્યવાહી થઈ હતી. જ્યારે હવે ભાજપના નેતાએ જ શ્રવણ જોષી સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. શ્રવણે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી બદનક્ષીભર્યો વીડિયો વાઇરલ કર્યો હતો, જેથી તેના વિરુદ્ધ ત્રણ ફરિયાદ થઈ છે. ગઈકાલે જાહેર થયેલી યાદીમાં આપે શ્રવણ જોષીને વોર્ડ નં.26માંથી ટિકિટ આપી છે. તુલસી લાલૈયા (વોર્ડ નં.2ના ઉમેદવાર) સંગઠન મહામંત્રી તુલસી લાલૈયાએ વેપારી પાસેથી 10 લાખની માગ કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું. ઇજ્જત-આબરૂ બચાવવા પૈસા ન આપે તો ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ફરિયાદીના પુત્ર પાસેથી 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં માંગણી મુજબ નાણાં ન આપતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખોટી માહિતી રજૂ કરી ફરિયાદીની પ્રતિષ્ઠા ખરડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે ફેબ્રુઆરી-2026માં ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. દયા કે. પાનસુરિયા (વોર્ડ નં.2ના ઉમેદવાર) પાર્ટીએ આરોપીઓને જ નહીં, પરંતુ આરોપીઓની પત્નીઓને પણ ટિકિટ આપવામાં ભારે રસ દાખવ્યો છે. હાલમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાડવાનો કાંડ ભારે ગુંજ્યો છે. પોસ્ટરમાં નામ, ઠામ નહીં લખવા બદલ ઉત્રાણ પોલીસમાં ગુનો દાખલ થયો છે અને આપ કાર્યકર કિરીટ પાનસુરિયાની ધરપકડ થઇ છે. ધરપકડના બીજા જ દિવસે પાર્ટીએ કિરીટ પાનસુરિયાની પત્ની દયા પાનસુરિયાને વોર્ડ નંબર 2માંથી ટિકિટ આપી છે. રિંકલ પોશીયા (વોર્ડ નં.3ના ઉમેદવાર) ભુતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓ બાદ આપ પાર્ટીનું શરણું લીધું હોય એવા ઘણા કિસ્સા છે. તે પૈકીના એક કિસ્સામાં કઠોરની પ્રાથમિક સ્કૂલમાં સિક્યોરિટી કાંડમાં ગાજેલા કાળુ પોશીયાની પત્ની રિંકલ પોશીયાને પાર્ટીએ ટિકિટ આપી છે. તે વખતે સ્કૂલમાં મૂકેલી સિક્યોરિટીના ખર્ચમાં સ્કૂલ સંચાલન સમિતિના કર્તાહર્તા કાળુ પોશીયાનું નામ ગાજ્યું હતું અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. કોંગ્રેસમાંથી આવેલા સાતને AAPમાંથી ટિકિટ સુરતમાં કોંગ્રેસનો છેડો ફાડનારા, વિવિધ કેસમાં વગોવાયેલાઓને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. તેમાં કલ્પેશ બારોટ, ફિરોઝ મલેક, પ્રતિક કાકલોતર, રઇશા શેખ, આરીફ શાહ, રમેશ જિંજાલા, મહેન્દ્ર રાજપુરોહિત જેવાનો સમાવેશ થાય છે. પાર્ટી બદલુઓને ટિકિટ અપાતા પાર્ટીનો નિર્ણય હાંસીપાત્ર બન્યો છે. હજુ માંડ થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી આપમાં ભળેલા ઉમેદવારોને ટિકિટ આપી દેવાતાં પક્ષમાં લાંબા સમયથી કામ કરતા કેટલાંક કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    એક ઈંટ પણ મૂક્યા વગર કરોડોની કમાણી!:ગુજરાતની નગરપાલિકાઓમાં ટેન્ડર પર તરાપ, ખાનગી એજન્સી પર ચાર હાથ, બ્લેકલિસ્ટના કેસમાં HCમાં 6 વર્ષથી સુનાવણી ન થઈ
    Next Article
    Nepal Shifts to Five-Day Workweek Amid Fuel Crisis Triggered by Middle East Tensions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment