Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAPએ સુરત મનપમાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાને ઉતાર્યા:અમદાવાદ મનપાની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી, 60 વર્ષની મર્યાદા અને થ્રી-ટર્મ ફોર્મ્યુલા પર ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહોર

    1 day ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 26 એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે ભાજપના ઉમેદવારો નક્કી કરવા રાજ્યના અલગ-અલગ જિલ્લા અને શહેરોમાં યોજાયેલી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા છે. આજે 7 એપ્રિલના રોજ મળનારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાજપના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ ઉપર ચર્ચા કરાશે. શહેર અને જિલ્લા સંકલનના હોદ્દેદારો દ્વારા નક્કી કરવામાં આવેલા ત્રણથી ચાર નામોના પેનલની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ ઉમેદવારના નામ ઉપર મહોર મારવામાં આવશે. જ્યારે AAPએ સુરતથી મનોજ સોરઠીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે,અરવિંદ કેજરીવાલ સહિત પ્રદેશની આખી ટીમે મજબૂત નેતા મનોજભાઈ સોરઠીયાને સુરતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારવાનો નિર્ણય કર્યો છે. ‘ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ, અખંડ રહેશે’ તો બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાકિસ્તાની એન્ટ્રી થઈ છે. ખાડિયા વોર્ડમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જમાલપુર-ખાડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે જાહેરમાં હુંકાર કરતા કહ્યું કે, ચૂંટણી આવે એટલે ઇલેક્શન ટુરીઝમ શરૂ થઈ જાય છે. ચારધામની યાત્રા કરતાં વધારે મહત્વ અખંડ ખાડિયાને ખંડિત કરવામાં હોય છે, પરંતુ 1972થી 2026 સુધી ખાડિયામાં ભાજપ જીતતું આવ્યું છે, ત્યારે 2026ની ચૂંટણીમાં આપણે સૌ ભેગા મળીને સંકલ્પ કરીએ કે ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ. બે ચાર દિવસમાં એવા લોકો આવશે, જેવા નામ એવા ચહેરા, પરંતુ ખાડિયા અખંડ છે અને તેમને કહી દેવાનું કે ભારત માતાકી જય, જય હિન્દુસ્તાન. ભલે અમે ઓછા થયા પણ અમારી એકતા અખંડ છે. એમના મનસુબા અમે પુરા થવા નહીં દઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો પર મંથન કરવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે. આ બેઠકની શરૂઆત દક્ષિણ ઝોનની બેઠકો અને સંભવિત ઉમેદવારોના નામોને લઈ ચર્ચાથી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના રાજકીય સમીકરણો, જીતની સંભાવનાઓ અને સ્થાનિક સ્તરે મળતી માહિતીના આધારે નામો પર માઇક્રો લેવલ પર વિચારણા થઈ રહી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી, સી.આર. પાટીલ તેમજ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા છે. ઉપરાંત અન્ય વરિષ્ઠ નેતાઓ અને સંગઠનના જવાબદારો પણ બેઠકમાં જોડાયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝોનવાઈઝ ચર્ચા કરીને ઉમેદવારોના નામોને લગભગ અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર થવાની સંભાવના છે. ચાર ઉમેદવારો માટે 12 નામોની પેનલ તૈયાર અમદાવાદ મહાનગરપાલિકા માટે એક ઉમેદવાર પણ ત્રણ ઉમેદવારના નામોની એમ ચાર ઉમેદવારો માટે 12 નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. તમામ નામો પર ચર્ચા કરીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પેનલની જાહેરાત કરવામાં આવશે. 9 એપ્રિલના ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ શકે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અલગ અલગ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે. સૌ પ્રથમ મહાનગરપાલિકાની યાદી જાહેર કરવામાં આવી શકે છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. 11 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે 9 એપ્રિલના રોજ મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને ત્યારબાદ ધીમે ધીમે નગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    આસામ પોલીસના કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે દરોડા:ખેડાએ આરોપ લગાવ્યો હતો- CM હિમંતાની પત્ની પાસે 3 પાસપોર્ટ
    Next Article
    ત્રણ-ત્રણ પૂર્વ પ્રમુખના ગઢમાં જનતા ગંદકી-ખાડાઓથી ત્રાહિમામ્:મહિલાઓનો ચૂંટણી બહિષ્કારનો હુંકાર- 'વોટ લીધા પછી કોઈ ડોકાતું નથી'; ગટરના ઉભરાતા પાણી-તૂટેલા રસ્તાઓ વચ્ચે જીવવા મજબૂર જનતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment