Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAPએ પોરબંદર જિલ્લા પંચાયત ઉમેદવારો જાહેર કર્યા:6 બેઠકો માટે પ્રથમ તબક્કાની યાદી બહાર પાડી, વિસાવાડા બેઠક પર હિતેશ મોઢવાડીયા

    2 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) એ પોરબંદર જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પાર્ટીએ પ્રથમ તબક્કે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જ્ઞાતિ સમીકરણો અને સ્થાનિક પ્રભુત્વને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં દેગામ બેઠક પર સુમરીબેન નાથા કુછડીયા, ખાગેશ્રી બેઠક પર મેરુ રણમલ ઓડેદરા, મોઢવાડા બેઠક પર નીતાબેન સાદીયા, રાણા કંડોરણા-1 બેઠક પર કરણ કોડિયાતર, રાણા કંડોરણા-2 બેઠક પર બુટાણી રાજેશ અને વિસાવાડા બેઠક પર હિતેશ મોઢવાડીયાનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે, પાયાના કાર્યકરો અને જનતાની વચ્ચે રહીને કામ કરતા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે. 'આપ' શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોના પ્રશ્નોને મુખ્ય મુદ્દા બનાવી ભાજપ અને કોંગ્રેસ સામે મજબૂત પડકાર ફેંકવાની તૈયારીમાં છે. ખાસ કરીને રાણા કંડોરણા અને વિસાવાડા જેવી મહત્વની બેઠકો પર નવા ચહેરાઓને તક આપીને પાર્ટીએ પરિવર્તનનો સંકેત આપ્યો છે. ઉમેદવારોના નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં પ્રચાર પ્રસાર વધુ તેજ બનશે.
    Click here to Read More
    Previous Article
    UPના મદ્રેસામાં લાકડી લઈને બાળક પર તુટી પડ્યો:એક મૌલાનાએ ઊંધો કરીને પગ પકડ્યા, બીજો નિર્દયતાથી મારતો રહ્યો, માસુમ ચીસો પાડતો રહ્યો; 2ની ધરપકડ
    Next Article
    અંગદાન થકી 6 લોકોને નવજીવન:37 વર્ષીય હાર્દિકનું હૃદય મુંબઈના યુવકમાં ધબકશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment