Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પાટિલના ગઢમાં AAPનો રોડ શો:રાષ્ટ્રીય નેતા સંજય સિંહે કહ્યું-ભાજપનું મનપાઓમાં 200 કરોડનું ફંડિગ કૌભાંડ; આખી રાષ્ટ્રીય પાર્ટી પર માત્ર 1 કરોડનો હવાલાનો આરોપ?: ગોપાલ

    2 days ago

    સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પાટિલના ગઢ ગણાતા લિંબાયત વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય નેતા સંજય સિંહ, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા સહિતના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. રેલીમાં જનમેદની જોઈને આપના નેતાઓએ સુરતમાં ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહાનગરપાલિકાઓમાં 200 કરોડનું ફંડિગ કૌભાંડ: સંજય સિંહ ચૂંટણી પ્રચાર માટે ખાસ સુરત આવેલા આપના રાષ્ટ્રીય નેતા સંજય સિંહે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નગર નિગમોના વિકાસ માટે હજારો કરોડનું બજેટ આવે છે, પરંતુ ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. ગુજરાતની ચાર મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટરો પાસેથી ભાજપે 200 કરોડનું દાન ઉઘરાવ્યું છે. આ ભ્રષ્ટાચારને અમે જનતા સામે ખુલ્લો પાડી રહ્યા છીએ. સુરતના સાથીઓ મજબૂતીથી લડી રહ્યા છે અને અહીં ચોક્કસપણે ઝાડુ ચાલશે. ચૂંટણી આવે એટલે ભાજપ જૂઠા કેસની ફેક્ટરી ખોલે છે આપ પર લાગેલા આરોપો અંગે વળતો પ્રહાર કરતા સંજય સિંહે ઉમેર્યું કે, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ભાજપ આવા હથકંડા અપનાવે છે. પાયાવિહોણા અને જૂઠા કેસો બનાવીને અમારા નેતાઓને બદનામ કરવામાં ભાજપની 'એક્સપર્ટાઇઝ' છે. કેજરીવાલજીથી લઈને નાના કાર્યકર સુધી સૌને ફસાવવાનો પ્રયાસ થયો છે, પણ જનતા હવે બધું સમજે છે. પાટીલ અને હર્ષ સંઘવી જે રીતે સતત AAPનું નામ લઈ રહ્યા છે, તે સાબિત કરે છે કે તેઓ અમારાથી ડરી રહ્યા છે. ભાજપના લંગરિયાઓ વર્ષે 5 કરોડ ખાઈ જાય છે: ગોપાલ ઇટાલિયા આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પોતાના આગવા અંદાજમાં જણાવ્યું હતું કે, ભાજપવાળાઓને શરમ આવવી જોઈએ. તેમના વોર્ડ લેવલના લંગરિયાઓ અને પ્રમુખો સુરત-અમદાવાદમાં વર્ષે 5-5 કરોડની કટકી કરી નાખે છે અને આખી રાષ્ટ્રીય આમ આદમી પાર્ટી પર માત્ર 1 કરોડનો હવાલાનો આરોપ લગાવો છો? આરોપ લગાવો તો કંઈક વ્યાજબી તો લગાવો! તેમણે કટાક્ષ કર્યો કે આ બધી તપાસ મતદાનની સાંજ સુધી જ ચાલશે, જેવું મતદાન પૂરું થશે તેવી તપાસ પણ બંધ થઈ જશે. ધંધુકા હત્યાકાંડ અને કાયદો-વ્યવસ્થા પર સવાલ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતા ઇટાલિયાએ કહ્યું કે, તપાસ કરવી હોય તો ધંધુકામાં ભરવાડ સમાજના યુવાનની હત્યા થઈ ત્યાં કરો. રાજ્યમાં ગુંડાઓ કંટ્રોલ થતા નથી, ડ્રગ્સ બેફામ વેચાય છે અને લુખ્ખા તત્વો ખુલ્લેઆમ ફરે છે. આ બધું રોકવાને બદલે સરકાર માત્ર આમ આદમી પાર્ટી પાછળ પડી છે. તેમણે મતદારોને અપીલ કરી હતી કે ગુંડા અને પોલીસના જોરે ચૂંટણી લડતી ભાજપને આ વખતે 'ઝાડુ' દબાવીને પાઠ ભણાવવો જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    US Israel Iran War: Trump की Strait of Hormuz खुलवाने की धमकी, Iran का Memes से जवाब | Social List
    Next Article
    SRH vs DC LIVE Score, IPL 2026: Abhishek Sharma Slams 47-Ball Ton, Makes DC Pay For Massive Gamble

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment