Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમરગામમાં AAPને મોટો ફટકો:તાલુકા પ્રમુખ મનીષ હડપતી 1500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા

    13 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઉમરગામમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. 'આપ' ના તાલુકા પ્રમુખ મનીષ હડપતી તેમના 1500 થી વધુ સમર્થકો અને હોદ્દેદારો સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાયા બાદ મનીષ હડપતીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા પાંચ મહિનાથી આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા અને હજારો કાર્યકરોને પાર્ટી સાથે જોડ્યા હતા. જોકે, ચૂંટણીના સમયે ઉમેદવારોની પસંદગી અને રણનીતિ અંગે તેમની કોઈ સલાહ લેવામાં આવતી નહોતી. પાર્ટીમાં સતત થઈ રહેલી અવગણનાથી નારાજ થઈને તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લા કે તાલુકા સ્તરે તેમને મહત્વ આપવામાં આવતું નહોતું. ઉમરગામ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના અગ્રણી નેતાઓ દ્વારા મનીષ હડપતી અને તેમના સમર્થકોને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓએ મનીષ હડપતીને યુવા અને આદિવાસી નેતા ગણાવ્યા હતા. ભાજપના નેતાઓએ જણાવ્યું કે તેમના જોડાવાથી આગામી ચૂંટણીમાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે. ચૂંટણી પહેલા આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનું પક્ષ પલટો કરવું એ આમ આદમી પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે, જેનાથી ઉમરગામ પંથકમાં 'આપ' નું સંગઠન નબળું પડ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    યુગાન્ડા આર્મી ચીફે તુર્કી પાસે સૌથી સુંદર મહિલા માંગી:કહ્યું- તેની સાથે લગ્ન કરીશ, નહીં મળે તો ડિપ્લોમેટિક સંબંધો તોડીશું; તુર્કીશ એરલાઇન્સ પર પણ પ્રતિબંધ લગાવીશું
    Next Article
    વડોદરાની જાણીતી પોલો ક્લબ અને બિલ્ડર આમને સામને:ક્લબના હોદ્દેદારોએ કહ્યું: સરકારી જમીન પર અતિક્રમણ કરી ફ્લેટ્સ બનાવ્યા, કુંજ પ્લાઝાના બિલ્ડરે કહ્યું: જમીન ગાયકવાડની કંપની પાસેથી દસ્તાવેજ કરીને લીધી, કરોડોના ડેફરમેશન દાવો કરીશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment