Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબમાં AAP સરકાર મહિલાઓને આપશે 1000થી 1500ની સન્માન રાશિ:AAP મહિલા મોરચાએ ઉઠાવ્યો સવાલ કે ગુજરાતની મહિલાઓને ભાજપ સરકાર ક્યારે આપશે સન્માન રાશિ?

    10 hours ago

    ગુજરાતમાં મહિલા સુરક્ષા અને આર્થિક સશક્તિકરણના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) ના મહિલા મોરચાએ ભાજપ સરકાર સામે બ્યુગલ ફૂંક્યું છે. સુરત ખાતે આયોજિત એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં 'આપ'ના પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરીયાની આગેવાનીમાં મહિલા નેતાઓએ ગુજરાતની મહિલાઓ માટે માસિક આર્થિક સહાયની જોરદાર માંગ ઉઠાવી છે. આ બેઠકમાં પ્રદેશ મહિલા ઉપપ્રમુખ રચનાબેન હીરપરા, કાજલ ઘોઘારી અને પ્રદેશ મહિલા સંગઠન મંત્રી મોનિકા સંઘવી સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પંજાબનું ઉદાહરણ આપી ગુજરાત સરકારને ઘેરી મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, “આપણે સમૃદ્ધ અને સુરક્ષિત ગુજરાતનું સપનું જોઈએ છીએ, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. આજે રાજ્યમાં લાખો મહિલાઓ અસુરક્ષા વચ્ચે જીવી રહી છે.” તેમણે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારનું ઉદાહરણ આપતા કહ્યું કે, પંજાબમાં આજથી મહિલાઓને 'સન્માન રાશિ' આપવાની ઐતિહાસિક શરૂઆત થઈ ચૂકી છે, જે અંતર્ગત દરેક મહિલાના ખાતામાં દર મહિને ₹1,000 અને SC સમાજની મહિલાઓને ₹1,500 ચૂકવવામાં આવશે. તેમણે સવાલ કર્યો કે, "જો પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર મહિલાઓને સન્માન રાશિ આપી શકતી હોય, તો ગુજરાતની ભાજપ સરકાર કેમ નથી આપી શકતી? શું ગુજરાતની મહિલાઓનો સરકાર બનાવવામાં કોઈ ફાળો નથી?" “મહિલાઓનો ઉપયોગ માત્ર સભાઓમાં તાળીઓ પડાવવા પૂરતો જ?” પાયલ સાકરીયાએ શાસક પક્ષ પર આક્ષેપ કરતા કહ્યું કે, રાજકીય સભાઓમાં ભીડ ભેગી કરવા અને તાળીઓ પડાવવા માટે મહિલાઓનો માત્ર ઉપયોગ જ કરવામાં આવે છે, પરંતુ તેમના કલ્યાણ માટે વિચારનારી સરકાર ક્યાંય દેખાતી નથી. તેમણે ઉમેર્યું કે, “જ્યારે પણ અમે જનતાના હકની વાત કરીશું ત્યારે ભાજપના નેતાઓ તેને 'રેવડી' કહીને મજાક ઉડાવશે. પરંતુ હકીકત એ છે કે જે ધારાસભ્યો સત્તા પર બેઠા છે તેઓ જનતાના ટેક્સના પૈસે એશોઆરામ ભોગવે છે. તેમના એમએલએ (MLA) ક્વાર્ટર, ગાડીઓનું પેટ્રોલ, મેડિકલ અને મુસાફરીનો તમામ ખર્ચ જનતા ભોગવે છે, જ્યારે બદલામાં સામાન્ય જનતાને માત્ર મોંઘવારી અને બેરોજગારી જ મળે છે.” ‘આપ’ મહિલા મોરચાની મુખ્ય માંગણીઓ અને આક્ષેપો: આંદોલનની તૈયારીના સંકેત પત્રકાર પરિષદના અંતે આમ આદમી પાર્ટીના મહિલા પાંખે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો ગુજરાતની ભાજપ સરકાર વહેલી તકે મહિલાઓના આર્થિક ઉત્થાન માટે નક્કર યોજના નહીં લાવે, તો આગામી દિવસોમાં આ માધ્યમથી રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવશે અને મહિલાઓના અધિકારની લડત શેરીઓ સુધી લઈ જવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ધ્રુવતારક સોસાયટીમાં ચાલતા દારૂના કટિંગ પર દરોડો:સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સેલવાસથી લવાયેલા દારૂ સાથે ત્રણ ઝડપાયા, 18.32 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    Rs 1 Lakh To 20 Lakh: Who Looted How Much In Ram Temple Theft Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment