Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા:ઈસુદાન ગઢવીએ કહ્યું કે, મહિલાઓને દર મહિને રૂ. 1000ની યોજનાથી પદ્મિનીબા પ્રેરિત થયા

    2 days ago

    લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય આંદોલનનો ચહેરો બનેલા રાજકોટના પદ્મિનીબા વાળાએ આજે 7 એપ્રિલે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પદ્મીનીબા વાળાને ખેસ પહેરાવી તેમનો વિધિવત આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો છે. આ સમયે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સરકારની તાનાશાહીનો ભોગ બનેલા જેટલા પણ લોકો છે એ તમામને હું આમ આદમી પાર્ટીમાં આવકારું છું. ખાસ આજે પદ્મીનીબા વાળા જોડાયા છે અમારી સાથે તેઓ પંજાબમાં આમ આદમીની સરકાર દ્વારા દર મહિને મહિલાઓના ખાતામાં જે રૂપિયા 1000 આપવામાં આવી રહ્યા છે તેનાથી પ્રેરિત થઇ આમ આદમી પાર્ટીમાં જોડાવવા નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા પદ્મિનીબા વાળાએ ભાજપના પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેઓ ક્ષત્રિય આંદોલનમાં સક્રિય બની ભાજપનો વિરોધ કરતા જોવા મળ્યા હતાં. ત્યારબાદ આજે તેમને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે. 'બીજી પાર્ટી માત્ર વાતો કરે છે આમ આદમી પાર્ટી કામ કરે છે' પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, આમઆદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે. તેમના કાર્યોથી પ્રભાવિત થઇ અમે પતિ પત્ની બન્ને આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ. હું ખાલી ક્ષત્રિય આંદોલન સમયથી જ લોકો વચ્ચે આવી એવું નથી હું છેલ્લા 15 વર્ષથી સમાજની બહેનો દીકરીઓ માટે સતત કામ કરતી આવી છું આગળ પણ બહેનો દીકરીઓ માટે હું કામ કરતી જ રહીશ. બીજી પાર્ટી માત્ર વાતો કરે છે આમ આદમી પાર્ટી કામ કરે છે એટલે હું એનાથી પ્રેરિત થઈને જોડાઈ છું. ખાસ બહેનોને દર મહિને પંજાબ સરકાર રૂપિયા 1000 આપી રહી છે જે પણ ખુબ સારી વાત છે તે પણ મને ગમી એવી વાત છે તેનાથી પણ હું પ્રેરિત થઇ આમ આદમી પાર્ટીમાં જોડાઈ છું. મહિલાઓને દર મહિને રૂ. 1000ની યોજનાથી પ્રેરિત થઈને AAP પાર્ટીમાં જોડાયા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગુજરાતણ જનતાની ઉમીદ બની ગઈ છે. ગુજરાતના 7 કરોડ લોકો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ઉમીદ જોઈ રહ્યા છે. સામાજિક અને રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીની કામ કરવાની શૈલી જોઈ તેની વિચારધારા સાથે સહમત બની પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજના આંદોલનમાં મહિલાઓ અને સમાજનો અવાજ બનેલા અને ભાજપ સામે આંદોલનમાં સક્રિય રહેલા રાજકોટના બેન પદ્મિનીબા વાળા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પંજાબ સરકારની યોજના છે જેમાં દરેક મહિલાઓને દર મહિને રૂ, 1000 આપવામાં આવે છે તેનાથી પ્રેરિત થઇ તેઓ આજે અમારી સાથે પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. સરકારની સિસ્ટમનો સરકારની તાનાશાહીનો જે લોકો ભોગ બને છે એ તમામ લોકોને હું આમ આદમી પાર્ટીમાં આવકારું છું.
    Click here to Read More
    Previous Article
    હળવદના ટીકર ગામે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો:કૌટુંબિક બહેનનો પીછો કરવાની શંકાએ લોહિયાળ ખેલ ખેલાયો, ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો
    Next Article
    માતા-પુત્ર પર દીકરીના સાસરિયાઓનો હુમલો:દીકરીને મનદુ:ખ થતા લેવા માટે ગયા હતા પાદરગઢ ગામ, જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment