Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા ચૂંટણીમાં ટિકિટના બદલે લાખોનો સોદો?:AAOના પૂર્વ પ્રમુખના ભાઈની પત્નીને ટિકિટ આપવા 18 લાખ માંગ્યાનો આક્ષેપ, દિલ્હીના સહયોગીને રૂપિયા આપ્યાનો વીડિયો વાઈરલ

    9 hours ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના સહયોગી ઓમ પ્રકાશ સામે ટિકિટના બદલે નાણાં માંગવાનો ગંભીર આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. AAPના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર નાવડીયાના પિતરાઈ ભાઈ નવનીત નાવડીયાએ આક્ષેપ કર્યો છે કે, તેમની પત્ની લિપ્સા માટે ટિકિટની માંગણી કરવામાં આવતા પ્રભારી દ્વારા 18 લાખની માંગ કરવામાં આવી હતી. આ સોદો અંતે 7 લાખ રૂપિયામાં નક્કી થયો હતો. જે મુજબ ટુકડે-ટુકડે રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જોકે, નાણાં લીધા બાદ પણ પત્નીને ઉમેદવાર ન બનાવતા છેતરાયેલા નવનીત નાવડીયાએ આ સમગ્ર મામલે પ્રભારીનો વીડિયો બનાવી વાઈરલ કર્યો છે. પોલીસ કમિશનર કચેરીએ તપાસની માંગ સાથે અરજી આ વીડિયો સામે આવ્યા બાદ ફરિયાદી નવનીત નાવડીયા ફરિયાદ નોંધાવવા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે, આ વીડિયોની સત્યતા તપાસવામાં આવે અને ટિકિટના વેચાણ અંગે થયેલા આક્ષેપો પર કડક કાર્યવાહી કરવામાં આવે. નવનીત નાવડીયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કેવી રીતે ટિકિટ માટે પૈસાનો ખેલ ખેલાયો હતો. આ ઘટનાને પગલે સુરતના રાજકારણમાં AAPની છબી ખરડાતા હવે સંગઠન સામે મોટા સવાલો ઊભા થયા છે. 'મારી સાથે 7 લાખ રૂપિયાની વાત થઈ હતી' નવનીત નાવડીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી વોર્ડ 1માંથી મારી વાઈફે ઉમેદવારી નોંધાવી હતી. પાર્ટીની અંદર જે દિલ્હીથી આવેલા સહયોગી છે એમણે મારી પાસેથી પૈસા લઈને કમિટમેન્ટ આપ્યું હતું કે, હું તમને ટિકિટ આપીશ અને એ લોકોએ મારી પાસેથી પૈસા લઈને ટિકિટ મને આપી નથી. બીજા લોકો પાસેથી પૈસા લઈને તેમને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ મારી સાથે છેતરપિંડી કરી છે. મારી સાથે 7 લાખ રૂપિયાની વાત થઈ હતી એમાંથી મેં 3 લાખ દિલ્હીના જે પ્રભારી ઓમ પ્રકાશ કરીને છે એમને આપ્યા હતા. 'અત્યાર સુધી એ લોકોએ મને ખોટા વાયદા કર્યા' એમના સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડિંગ બધુ જ મારી પાસે છે. અત્યાર સુધી મને એ લોકોએ ખોટા વાયદા કર્યા હતા કે નવનીતભાઈ થોડો ટાઈમ ખમી જાવ હું તમને પૈસા પાછા આપી દઈશ. આ ઉપર સંગઠનમાં પૈસા જતા રહ્યા છે. સંગઠનવાળા પાસેથી માંગવા પડશે. રોજ નવા-નવા વાયદાઓ કર્યા કરે છે અને આ વાયદાઓથી કોઈ નિરાકણ આવતું નોહતું. જેથી મારે આ ફરિયાદ કમિશનર કચેરી ખાતે આવીને આપવી પડી છે. પહેલા 2.5 લાખ અને પછી 50 હજાર લીધા સૌ પ્રથમ 2.5 લાખ રૂપિયા એમણે મારી પાસેથી કિરણ ચોક કાર્યાલય નજીક નીલકંઠ પ્લાઝા શોપિંગ પાસેથી લીધા હતા. બીજા દિવસે યમુના ચોક એસબીઆઇ એટીએમમાંથી મારી પાસે પૈસા કઢાવી રૂપિયા 50 હજાર લીધા હતા. પૈસા લેવા દિલ્હીના સહયોગી ઓમ પ્રકાશ કરીને યુવક આવતો હતો. મારી સાથે ગદ્દારી કરી છે. રાતના 10 વાગ્યા સુધી મને એ લોકોએ એવું કહ્યું કે, તમે ડોક્યુમેન્ટ તૈયાર રાખો તમારું કન્ફર્મ છે. પછી રાતના 12 વાગ્યે ભાજપની યાદી જાહેર થઈ અને તેમાંથી જે ઉમેદવારોના નામ કપાઈ ગયા એ લોકો પાસેથી પાર્ટીએ ફંડિગ લઈ તેમને ટિકિટ આપી દીધી હતી. '20 લાખ રૂપિયા આપો તો હું ટિકિટ આપું' તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બધા ઉમેદવારોને પાર્ટીની અંદર પૈસા લઈને ટિકિટ આપી હોય એવું મને ચોક્કસ જણાઈ આવે છે. પ્રથમ મીટિંગ એમની મારી કિરણ ચોક પર કાર્યાલયની નીચે જ થઈ હતી. એ લોકોએ મને કહ્યું હતું કે, 20 લાખ રૂપિયા આપો તો હું ટિકિટ આપું. એટલે મેં તેમને કહ્યું હતું કે, 20 લાખ રૂપિયા મારી પાસે નથી અને કોર્પોરેશનની ચૂંટણી છે 20 લાખમાં ટિકિટ ના હોય. કંઇક તમે વાજબી રીતે ભાવ નક્કી કરો. એ લોકોએ કહ્યું ઉપર વાત કરીને કહીશ. 'મેં એ લોકને મનાવ્યા છે અને 18 લાખ રૂપિયા થશે' બીજી વખત વોટ્સએપ કોલિંગમાં મારી સાથે વાત કરી હતી. એ લોકોએ ફોનમાં એવું કહ્યું હતું કે મેં એ લોકને મનાવ્યા છે અને 18 લાખ રૂપિયા થશે અરેન્જ કરી દો એટલે મેં કહ્યું વધારે છે. તો એ લોકોએ મને કહ્યું તમારી ગણતરી ક્યાં સુધીની છે. મેં કહ્યું 5 લાખ સુધીની છે તો મને કહ્યું છેલ્લે 11 લાખ રૂપિયા આપો તો મેં કહ્યું મારી પાસે આટલા બધા પૈસા જ નથી અને આ જે પૈસા હં આપું છું એ મારા ઘરે ખબર નથી અને મારા બિઝનેસમાંથી કાઢીને પાર્ટી અને તમને આપું છું. 'મને સાઈડમાં બોલાવીને કમિટમેન્ટ આપ્યું હતું' હું અત્યારે ટેક્સટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલો છું. મારી પત્નીનું નામ લિપ્સાબેન નવનીતભાઈ નાવડીયા છે. મહેન્દ્ર નાવડીયા મારા ભાઈ છે. લોકલ વોર્ડ નંબર 2ની સમગ્ર ટીમ મારી સાથે હતી. વોર્ડ નંબર 1ની સમગ્ર ટીમ મારી સાથે હતી. આપના નેતામાં તો અવારનવાર વાત થતી જ હોય છે. ફોન પર ધર્મેશભાઈ ભંડેરી, રજનીભાઈ વઘાણી, ગુજરાતના સુરતના નેતાઓ સાથે અવારનવાર વાત થતી જ હોય છે. આ અંગે લોકલ નેતાઓને જાણ નોહતી કરી પણ આ લોકોએ મને સાઈડમાં બોલાવીને અલગથી વાત કરીને મને કમિટમેન્ટ આપ્યું હતું. વાઇરલ વીડિયોમાં બંને વચ્ચે થતી વાતના અંશ… ઓમપ્રકાશ: એક તો તમે પૂરું પેમેન્ટ પણ નથી કર્યું હજુ. નવનીત: ના, એ થઈ જશે, ટેન્શન ના લો. ઓમપ્રકાશ: આજ રાત સુધી કરાવી દો તો સારું. નવનીત: મારી વાત ચાલી રહી છે, 6 વાગ્યા સુધીમાં આવી જશે. બીજું પેમેન્ટ આવશે એટલે હું તરત જ ફોન કરીને નીકળી જઈશ. ઓમપ્રકાશ: હા, કારણ કે મારે પેલા છોકરાને પણ હમણાં રોકવો પડશે. નવનીત: હા, એને સાંજ સુધી રોકી રાખો. ઓમપ્રકાશ: તો હું એને કહીશ કે અડધું આવ્યું છે અને અડધું સાંજે આવશે. તો એ મને કહેશે કે તમે ત્રીજી વાર આવું કહો છો, આટલું ઓછું... એટલે મારે એને સમજાવવો પડશે, એ તમે જોઈ લેજો થોડું. નવનીત: ઠીક છે, ઠીક છે, તમારી પણ બક્ષિસ થઈ જશે. ઓમપ્રકાશ: જો ટિકિટમાં તમારું નામ આવી ગયું તો બાદમાં બક્ષિસ જોઈ લઈશું. બસ, અત્યારે તો આ બાકીના અઢી છે એ જરા જોઈ લો. કેટલા વાગ્યા સુધીમાં જણાવશો? નવનીત: હું તમને સાડા છ વાગ્યા સુધીમાં 100% જણાવી દઈશ. ઓમપ્રકાશ: થોડી કોશિશ કરજો આજુબાજુથી વ્યવસ્થા કરવાની. નવનીત: હું અત્યારે એ જ કામ કરી રહ્યો છું, હમણાં સુધી હું સિટીમાં જ હતો. સિટીથી ઘરે આવ્યો, મોઢું ધોયું અને અત્યારે નીકળ્યો જ છું. ઓમપ્રકાશ: હા, તમે જાણો છો ને કે સિસ્ટમમાં જ્યાં સુધી પૈસા નહીં પહોંચે ત્યાં સુધી એ લોકો એક્ટિવેટ નહીં કરે. એમને એવું લાગશે કે આપણે નકામી વાતો કરીએ છીએ. નવનીત: ના, ના, એવું નથી. ઓમપ્રકાશ: એટલે જ મોડું થઈ ગયું છે, જો સવાર સુધીમાં કરી દીધું હોત તો અત્યાર સુધીમાં પૈસા પહોંચી ગયા હોત. નવનીત: ઠીક છે, ચાલો. ઓમપ્રકાશ: તો સાડા છ વાગ્યા સુધીમાં કરાવી દેજો.
    Click here to Read More
    Previous Article
    Editor's View: ટ્રમ્પે ખુન્નસ કાઢ્યું:ભારતીયોનાં ટેલેન્ટ અને કમાણીને ના જોઇ શક્યા, આંકડાઓ પરથી સમજો નરકનાં દ્વાર જેવી ગંદી રાજરમતનું વરવું સત્ય
    Next Article
    In race against time and a leopard, Gujarat man wrests daughter from jaws of death

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment