Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આઇટેલ A100 પ્રો' ભારતમાં લોન્ચ:₹9,000ની કિંમતમાં 'મિલિટરી ગ્રેડ' મજબૂતી, 90Hz ડિસ્પ્લે અને 5000mAh બેટરી; સિગ્નલ વિના કોલ કરી શકાશે

    6 दिन पहले

    ટેક બ્રાન્ડ 'આઇટેલ' એ ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન 'આઇટેલ A100 પ્રો' લોન્ચ કર્યો છે. આ આ વર્ષે ફેબ્રુઆરીમાં આવેલા 'A100'નું અપગ્રેડેડ વર્ઝન છે. ફોનની સૌથી મોટી ખાસિયત તેની મજબૂતી અને ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટની ઓફર છે. કંપની આ બજેટ ફોન સાથે 100 દિવસની ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ વોરંટી આપી રહી છે, જે સામાન્ય રીતે મોંઘા ફોન સાથે જ જોવા મળે છે. 'આઇટેલ A100 પ્રો'ને સિંગલ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેમાં 3GB રેમ સાથે 64GBની ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. કંપનીએ તેમાં 'મેમરી ફ્યુઝન' ટેકનિકનો ઉપયોગ કર્યો છે, જેનાથી વર્ચ્યુઅલ રેમની મદદથી તેને 8GB (3GB+5GB) સુધી વધારી શકાય છે. તેની કિંમત ₹8,999 રાખવામાં આવી છે. ડિઝાઇન અને બિલ્ડ: મિલિટરી ગ્રેડ મજબૂતી સાથે પ્રીમિયમ લુક વિશિષ્ટતાઓ: એન્ડ્રોઇડ 15 ગો એડિશન અને ડાયનેમિક બાર ખાસ ટેકનિક: સિગ્નલ વગર પણ થશે કોલ આ ફોનમાં અલ્ટ્રાલિંક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, આ ફીચરની મદદથી 'નો નેટવર્ક' વાળા વિસ્તારોમાં પણ મોબાઇલ સિગ્નલ વગર કોલ કરી શકાય છે. આ ટેકનોલોજી એવા લોકો માટે ઉપયોગી છે, જેઓ બેઝમેન્ટ કે પહાડી વિસ્તારોમાં રહે છે. 'મિલિટરી ગ્રેડ' સર્ટિફિકેશન શું હોય છે? MIL-STD-810H અમેરિકાનો એક ખાસ માપદંડ (સ્ટાન્ડર્ડ) છે, જે કોઈ વસ્તુની મજબૂતી તપાસવા માટે બનાવવામાં આવ્યો છે. જે ફોન પાસે આ સર્ટિફિકેટ હોય છે, તેને ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર કરવામાં આવે છે- જેમ કે ઊંચાઈ પરથી જમીન પર પછાડવો, ખૂબ વધારે ગરમી અને ભેજમાં રાખીને જોવો. આઇટેલનો દાવો છે કે આ સર્ટિફિકેટને કારણે આ ફોન તેની કિંમતવાળી કેટેગરીમાં સૌથી વધુ ટકાઉ અને મજબૂત છે.
    Click here to Read More
    Previous Article
    Cockroch Party: BJP की बड़ी सहयोगी पार्टी ने कॉकरोच पार्टी का दिया साथ ?| TDP | ABHIJEET DIPKE
    Next Article
    Editor's View: મોંઘવારી તેલ કાઢશે:પેટ્રોલ-ડીઝલના ડેઇલી ડોઝ શરૂ, 3-F સામે એલર્ટ રહેવા મોદી સરકારની સલાહ, મોટાં તોફાનનાં મંડાણથી અર્થતંત્ર ડગમગ્યું

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment