Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રસિદ્ધ ક્રિષ્ના ફિટ જાહેર, ત્રણેય ફોર્મેટ રમવા તૈયાર:મેડિકલ ટેસ્ટ બાદ મળી મંજૂરી; ઈન્ડિયા-A vs ન્યૂઝીલેન્ડ-A ટેસ્ટ રમી શકે છે

    7 hours ago

    ભારતીય ઝડપી બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE)એ ફિટ જાહેર કર્યો છે. બેંગલુરુમાં 1 અને 2 નવેમ્બરે યોજાયેલી મેચ સિમ્યુલેશન ટેસ્ટમાં સફળ રહ્યા બાદ મેડિકલ ટીમે તેને મેદાન પર કમબેકની મંજૂરી આપી છે. હવે તે ટેસ્ટ, વન-ડે અને T20 ત્રણેય ફોર્મેટ રમવા માટે ફિટ છે. જોકે, ફિટ હોવા છતાં પ્રસિદ્ધ ન્યૂઝીલેન્ડ સામે 4 નવેમ્બરથી શરૂ થનારી પાંચ મેચની વન-ડે સિરીઝમાં નહીં રમે. તેઓ ટૂંક સમયમાં ન્યૂઝીલેન્ડ જવા રવાના થઈ શકે છે, જ્યાં 7 નવેમ્બરથી ઈન્ડિયા-A અને ન્યૂઝીલેન્ડ-A વચ્ચે રમાનારી ત્રીજી અને અંતિમ અન-ઑફિશિયલ ટેસ્ટમાં રમવાનો પ્રયાસ કરશે. 30 સપ્ટેમ્બરે હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી પ્રસિદ્ધને 30 સપ્ટેમ્બરે વેસ્ટ ઇન્ડિઝ સામે ગુવાહાટીમાં રમાયેલી બીજી વન-ડે દરમિયાન ઈજા થઈ હતી. તે મેચમાં માત્ર 5 ઓવર બોલિંગ કરી શક્યો હતો અને ત્યારબાદ મેદાન છોડવું પડ્યું હતું. તપાસમાં તેની હેમસ્ટ્રિંગમાં ઈજા હોવાનું સામે આવ્યું હતું. મેચ સિમ્યુલેશન ટેસ્ટમાં શું થાય છે? મેચ સિમ્યુલેશનમાં ખેલાડીને વાસ્તવિક મુકાબલા જેવી પરિસ્થિતિઓમાં પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. બોલરના કિસ્સામાં જોવામાં આવે છે કે તે કેટલી ઝડપથી દોડી શકે છે, પૂરી તાકાતથી બોલિંગ કરી શકે છે કે નહીં અને સતત ઓવર કર્યા બાદ શરીર કેવી પ્રતિક્રિયા આપી રહ્યું છે. વન-ડે સિરીઝમાંથી બહાર, ઈન્ડિયા-Aની મેચથી કમબેક કરી શકે છે પ્રસિદ્ધને ન્યૂઝીલેન્ડ સામેની પાંચ વન-ડે મેચની સિરીઝ માટેની પ્રારંભિક ટીમમાં સ્થાન મળ્યું હતું, પરંતુ તેનું રમવું ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર હતું. ઈજામાંથી સાજા થયા બાદ પણ તેને મેચ રમવા લાયક બોલિંગનો સંપૂર્ણ પ્રેક્ટિસ કરવા માટે વધુ સમયની જરૂર હતી. આ જ કારણસર તેને વન-ડે સિરીઝમાંથી બહાર રાખ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગીર-સોમનાથની 17 વર્ષની ખુશ્બુએ યુથ ઓલિમ્પિક્સમાં જુડોમાં સિલ્વર જીત્યો:63 KG કેટેગરીમાં ભારતને મેડલ અપાવ્યો; યુથ ઓલિમ્પિક્સમાં જુડોમાં મેડલ જીતનાર ભારતની બીજી ખેલાડી
    Next Article
    નવી ટેન્ડર નીતિ અને ડિઝાઇન બદલાતા બાંધકામ સમિતિનો મોટો નિર્ણય:30 ટકાથી નીચા ભાવના ટેન્ડરો અને ગ્રીલ ચોરીના વિવાદ વચ્ચે કુલ 74 વિકાસકામો એકસાથે દફતરે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment