Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓસ્ટ્રેલિયા-Aએ ઈન્ડિયા-Aને 69 રનથી હરાવ્યું:બીજી વન-ડેમાં પાટીદારની ફિફ્ટી કામ ન આવી; સુદર્શન, પડિકલ અને કેપ્ટન ઋતુરાજ નિષ્ફળ

    6 hours ago

    ઓસ્ટ્રેલિયા-Aએ ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચમાં ઈન્ડિયા-Aને 69 રનથી હરાવ્યું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 49.5 ઓવરમાં 275 રન બનાવ્યા. તેના જવાબમાં ઈન્ડિયા-Aની ટીમ 45.2 ઓવરમાં 206 રનમાં સમેટાઈ ગઈ. પાટીદારે 67 રનની ઇનિંગ રમી ભારત માટે રજત પાટીદારે 67 રન બનાવ્યા. અનુકૂલ રોયે અણનમ 34 રનની ઇનિંગ રમી, પરંતુ બંનેની ઇનિંગ ટીમને જીત અપાવી શકી નહીં. ઈન્ડિયા-Aના ટૉપ ઓર્ડરમાં સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ચાલી શક્યા નહીં. ઓસ્ટ્રેલિયા માટે સ્પેન્સર જૉનસને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી. તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. કપ્તાન ઋતુરાજે 12 રન બનાવ્યા સુદર્શન 13 રન બનાવીને આઉટ થયા. પડિકલે એક રન બનાવ્યો. કેપ્ટન ઋતુરાજ 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. કુમાર કુશાગ્રએ 17 રન બનાવ્યા. નિશાંત સિંધુએ 13 રન અને વિપરાજ નિગમે 23 રનની ઇનિંગ રમી. કોન્સ્ટાસ અને ફિલિપની ફિફ્ટી ઓસ્ટ્રેલિયા માટે સેમ કોન્સ્ટાસે 67 રનની ઇનિંગ રમી. જોશ ફિલિપે 58 રન બનાવ્યા. બંને બેટર્સ વચ્ચે બીજી વિકેટ માટે 101 રનની સદીની ભાગીદારી થઈ. આ ભાગીદારીએ ઓસ્ટ્રેલિયાના મોટા સ્કોરનો પાયો નાખ્યો.
    Click here to Read More
    Previous Article
    Abhijeet Dipke LIVE: Jharkhand में छात्रों पर लाठीचार्ज पर भड़का दीपके का गुस्सा | Students Protest
    Next Article
    પાકિસ્તાને પહેલી T20માં શ્રીલંકાને હરાવ્યું:સાહિબઝાદા ફરહાને 89 રન બનાવી 4 વિકેટે જીત અપાવી, નસીમ શાહે 3 વિકેટ લીધી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment