Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદના કારણે અફઘાનિસ્તાન-Aને રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો:ઈન્ડિયા-A માટે પ્રભસિમરન, ગાયકવાડ અને તિલકની ફિફ્ટી; વૈભવ સૂર્યવંશીએ 22 બોલમાં 44 રન બનાવ્યા

    1 day ago

    ઈન્ડિયા-Aએ ટ્રાય નેશન વનડે સિરીઝની બીજી મેચમાં અફઘાનિસ્તાન-Aને જીતવા માટે 350 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેને વરસાદના કારણે રિવાઇઝ્ડ કરીને 38 ઓવરમાં 294 રન કરી દેવામાં આવ્યો છે. ગુરુવારે દાંબુલામાં અફઘાન ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. ઈન્ડિયા-Aએ 49 ઓવરમાં 9 વિકેટ પર 349 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાન-Aનો સ્કોર 4 ઓવરમાં 30/0 છે. ટીમ તરફથી કેપ્ટન ઇમરાન મીર અને હસન ઇસાખિલ ક્રિઝ પર છે. વૈભવ સૂર્યવંશીએ 22 બોલમાં 44 રન બનાવ્યા ઓપનર વૈભવ સૂર્યવંશીએ બોલર્સ ફ્રેન્ડલી કન્ડિશન્સમાં પ્રભસિમરન સિંહ સાથે ઝડપથી રન બનાવ્યા. બંનેએ 43 બોલમાં 74 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી. 22 બોલમાં 44 રનના સ્કોર પર વૈભવ આઉટ થયા બાદ પ્રિયાંશ આર્યા (8 રન) પણ જલદી આઉટ થયો. આયુષ બદોની તો ખાતું પણ ખોલાવી શક્યો નહીં. 3 ભારતીય બેટર્સે ફિફ્ટી ફટકારી ભારતીય ટીમ તરફથી ઓપનર પ્રભસિમરન સિંહ (84 રન), ઋતુરાજ ગાયકવાડ (66 રન) અને તિલક વર્મા (66 રન)એ ફિફ્ટી ફટકારી. સૂર્યાંશ શેડગેએ 40 રન બનાવ્યા. અફઘાનિસ્તાન તરફથી અબ્દુલ્લા અહમદઝઈએ 5 વિકેટ ઝડપી. ફરમાનુલ્લાહ સફીને 3 સફળતા મળી. એક વિકેટ કેપ્ટન ઇમરાન મીરને મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, વિપરાજ નિગમ, અનુકૂલ રોય, અંશુલ કમ્બોજ. અફઘાનિસ્તાન-A: ઇમરાન મીર (કેપ્ટન), હસન ઇસાખિલ, ખાલિદ તનિવાલ, ઇજાઝ અહેમદ અહેમદઝઈ, બહીર શાહ, ઇશાક રહીમી (વિકેટકીપર), ખલીલ ગુરબાઝ, ઝહીર ખાન, અબ્દુલ્લાહ અહેમદઝઈ, મોહમ્મદ ઇબ્રાહિમ અને ફરમનુલ્લાહ સફી.
    Click here to Read More
    Previous Article
    ‘Who do you trust with your heart when…’: Yami Gautam on leaving son while working
    Next Article
    સેન્સેક્સ ડે-હાઈથી 562 અંક ઘટીને 73,833 પર બંધ થયો:નિફ્ટી 23,162 પર આવ્યો; આઇટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment