Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અન-ઑફિશિયલ ટેસ્ટ, ઈન્ડિયા-Aએ ઓસ્ટ્રેલિયા-Aને 162 રનથી હરાવ્યું:કુશાગ્રએ બંને ઇનિંગમાં મળીને 159 રન બનાવ્યા; મુલાનીએ કુલ 7 વિકેટ લીધી

    1 day ago

    ઈન્ડિયા-Aએ ઓસ્ટ્રેલિયા-Aને પ્રથમ અનઑફિશિયલ ટેસ્ટમાં 162 રનથી હરાવ્યું. પુડુચેરીમાં રમાયેલી મેચમાં 363 રનના ટાર્ગેટને ચેઝ કરતાં ઓસ્ટ્રેલિયા-Aની ટીમ 200 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ જીત સાથે ભારતે બે મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 334 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયા-A 171 રનમાં સમેટાઈ ગઈ. આથી ઈન્ડિયા-Aને પ્રથમ ઇનિંગ્સમાં 163 રનની લીડ મળી. બીજી ઇનિંગ્સમાં ભારતે 199 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયા-A સામે 363 રનનો ટાર્ગેટ રાખ્યો. ભારત માટે કુમાર કુશાગ્રએ પ્રથમ ઇનિંગ્સમાં 113 રન બનાવ્યા, જ્યારે બીજી ઇનિંગ્સમાં 46 રન બનાવીને અણનમ રહ્યો. તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કર્યો. શમ્સ મુલાનીએ બંને ઇનિંગ્સમાં કુલ 7 વિકેટ ઝડપી. ઓસ્ટ્રેલિયા માટે બીજી ઇનિંગ્સમાં એક પણ અડધી સદી નહીં ઓસ્ટ્રેલિયા-A માટે બીજી ઇનિંગમાં ફર્ગસ ઓ'નીલે 52 બોલમાં 47 અને નાથન મેકસ્વીનીએ 75 બોલમાં 35 રન બનાવ્યા. જેસન સાંઘાએ 23 બોલમાં 26 રનની ઝડપી ઇનિંગ રમી, જ્યારે ટોડ મર્ફીએ 17 રન બનાવ્યા. ઈન્ડિયા-A તરફથી તુષાર દેશપાંડે અને શમ્સ મુલાનીએ 3-3 વિકેટ લીધી. અંશુલ કંબોજ અને તનુષ કોટિયનને 2-2 વિકેટ મળી. ઓસ્ટ્રેલિયાએ 55/2ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા-Aએ 55/2ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું. ટીમે 31.5 ઓવરમાં 100 રન પૂરા કર્યા. ત્યારબાદ ઈન્ડિયા-Aએ સતત વિકેટ લઈને દબાણ બનાવ્યું. 36 ઓવર પછી ઓસ્ટ્રેલિયા-Aનો સ્કોર 4 વિકેટે 114 રન હતો. આઠમી વિકેટ માટે ફર્ગસ ઓ’નીલ અને ટોડ મર્ફીએ 59 બોલમાં 50 રનની ભાગીદારી કરી. લંચ સુધી ઓસ્ટ્રેલિયા-Aએ 7 વિકેટે 185 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટીમ 54.5 ઓવરમાં 200 રને ઓલઆઉટ થઈ ગઈ. ત્રીજા દિવસે ભારત બીજી ઇનિંગ્સમાં 199 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયા-A સામે રમાઈ રહેલી ચાર દિવસીય મેચના ત્રીજા દિવસે ઈન્ડિયા-Aની ટીમ બીજી ઇનિંગ્સમાં 199 રને ઓલઆઉટ થઈ ગઈ. દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી ઓસ્ટ્રેલિયા-Aએ બીજી ઇનિંગ્સમાં 2 વિકેટે 55 રન બનાવી લીધા હતા. બીજા દિવસે ઓસ્ટ્રેલિયા-A 171 રનમાં ઓલઆઉટ ઈન્ડિયા-Aએ પ્રથમ અનઑફિશિયલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા-Aને 171 રનમાં ઓલઆઉટ કરી દીધું. પુડુચેરીમાં બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 55.3 ઓવર જ બેટિંગ કરી શકી. પહેલા દિવસે સુદર્શન, કુશાગ્ર અને કોટિયનની અડધી સદી ઈન્ડિયા-A અને ઓસ્ટ્રેલિયા-A વચ્ચેની પ્રથમ અન-ઑફિશિયલ ટેસ્ટ મેચ પુડુચેરીમાં રમાઈ. ભારતે પહેલા દિવસની રમત પૂરી થવા સુધીમાં 5 વિકેટ ગુમાવીને 257 રન બનાવી લીધા છે. તનુશ કોટિયન 68 અને શમ્સ મુલાની 10 રન બનાવીને રમી રહ્યા છે. આ પહેલાં કુમાર કુશાગ્ર 82 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયા. જ્યારે સાઈ સુદર્શનએ 57 રનની ઇનિંગ્સ રમી. ઓસ્ટ્રેલિયા-Aના બોલર કોરી રોચિસિઓલીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી છે.
    Click here to Read More
    Previous Article
    Why China's First Lady Peng Liyuan Is The Face Of Country's Fashion Diplomacy
    Next Article
    કોર્ટે 7 વિદેશીઓને US-યુક્રેન જવાની મંજુરી આપી:તેમના પર મ્યાનમારમાં ઉગ્રવાદીઓને ટ્રંનિંગ આપવાનો આરોપ, NIAએ માર્ચમાં પકડ્યા હતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment