Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અન-ઑફિશિયલ ટેસ્ટ, ઈન્ડિયા-Aએ પહેલી ઇનિંગ્સ 452/6 પર ડિક્લેર કરી:શ્રીલંકા-A સામે જુરેલ-સુદર્શનની સદી, ચમિકા ગુણશેખરાને 3 વિકેટ

    6 days ago

    શ્રીલંકા-A સામેની પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટમાં ઈન્ડિયા-Aએ શુક્રવારે પોતાની પહેલી ઇનિંગ્સ 6 વિકેટે 452 રન બનાવીને ડિક્લેર કરી દીધી. ગૉલમાં રમાઈ રહેલી મેચના બીજા દિવસે ટી બ્રેક પછી શ્રીલંકા-Aએ પોતાની પ્રથમ ઇનિંગ્સની શરૂઆત કરી દીધી. બીજા દિવસે ભારતીય બેટર્સે શાનદાર પ્રદર્શન કર્યું. કેપ્ટન ધ્રુવ જુરેલે 215 બોલમાં અણનમ 141 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં 13 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. જ્યારે, પહેલા દિવસે સાઈ સુદર્શને 175 બોલમાં 132 રનની ઇનિંગ્સ રમી, જેમાં 19 ચોગ્ગા ફટકાર્યા. સાઈ અને આયુષે મજબૂત શરૂઆત અપાવી ઈન્ડિયા-Aને સાઈ સુદર્શન અને આયુષ પાંડેએ સારી શરૂઆત અપાવી. બંનેએ પહેલી વિકેટ માટે 138 બોલમાં 78 રન જોડ્યા. ત્યારબાદ સાઈએ ઋતુરાજ ગાયકવાડ સાથે ત્રીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી. આનાથી ટીમનો સ્કોર 150 રનને પાર પહોંચ્યો. ગાયકવાડ 22 રન બનાવીને આઉટ થયા. સુદર્શનના આઉટ થયા બાદ શેખ રશીદે 113 બોલમાં 63 રનની ઇનિંગ રમી અને જુરેલ સાથે મળીને સ્કોર 350 રનને પાર પહોંચાડ્યો. લોઅર ઓર્ડરમાં હર્ષ દુબેએ 51 બોલમાં 30 રન બનાવ્યા, જ્યારે સારાંશ જૈન 3 રન બનાવીને અણનમ પાછા ફર્યા. ચમિકા ગુણશેખરાએ 3 વિકેટ લીધી શ્રીલંકા-A તરફથી ચમિકા ગુણશેખરા સૌથી સફળ બોલર રહ્યો. તેણે 18.4 ઓવરમાં 84 રન આપીને 3 વિકેટ લીધી. દિલુમ સુદીરાએ 37 ઓવરમાં 143 રન આપીને 2 વિકેટ ઝડપી, જ્યારે રવિન્દુ ફર્નાન્ડોને 1 સફળતા મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: સાઈ સુદર્શન, આયુષ પાંડે, દેવદત્ત પડિકલ, ઋતુરાજ ગાયકવાડ, ધ્રુવ જુરલ (કેપ્ટન અને વિકેટકીપર), શેખ રશીદ, હર્ષ દુબે, સારાંશ જૈન, અંશુલ કંબોજ, યશ ઠાકુર, આકિબ નબી ડાર. શ્રીલંકા-A: પાવંથા વીરસિંઘે, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), નુવાનિદુ ફર્નાન્ડો, આશેન બંડારા, સહાન અરાચિગે (કેપ્ટન), રવિન્દુ ફર્નાન્ડો, અંજલો મેથ્યુઝ ફર્નાન્ડો, કવિન્દુ પથિરત્ને, દુલાજ સમુધિતા, ચમિકા ગુણશેખરા, દિલુમ સુદીરા.
    Click here to Read More
    Previous Article
    Inside the mind of Allen Ginsberg: A Beat Generation pioneer
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:MLA ચૈતરના સમર્થનમાં AAPની ભવ્ય રેલી, મિત્રએ છાતીમાં છરીમાં ઘુસાડી મિત્રને પતાવી દીધો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment