Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીની ફાસ્ટેસ્ટ ફિફ્ટીથી ઈન્ડિયા-A ચેમ્પિયન:29 બોલમાં 94 રન ફટકાર્યા, ફાઈનલમાં શ્રીલંકા-Aને 66 રનથી હરાવ્યું

    1 day ago

    ઈન્ડિયા-Aએ શ્રીલંકા-Aને 66 રનથી હરાવીને ટ્રાઈ-સિરીઝ પોતાના નામે કરી લીધી છે. દાંબુલામાં ઈન્ડિયા-Aએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 377 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા-Aની ટીમ 47.1 ઓવરમાં 311 રન પર સમેટાઈ ગઈ. ભારતની જીતનો હીરો 15 વર્ષના વૈભવ સૂર્યવંશી રહ્યો. તેણે માત્ર 29 બોલમાં 94 રનની ઇનિંગ્સ રમી, જેમાં 11 છગ્ગા અને 6 ચોગ્ગા પણ ફટકાર્યા. આ ઇનિંગમાં તેની સ્ટ્રાઈક રેટ 324.14ની રહી હતી. વૈભવે માત્ર 11 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 50 ઓવરના ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. કેપ્ટન તિલક વર્માએ 67, પ્રિયાંશ આર્યએ 39 અને અનુકુલ રોયે 15 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું. 378 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકા-Aની શરૂઆત નબળી રહી હતી. ટીમ તરફથી વનુજા સહને સૌથી વધુ 62 રન બનાવ્યા. સદીરા સમરવિક્રમાએ 52 રનની ઇનિંગ્સ રમી હતી. ઈન્ડિયા-A માટે યશ ઠાકુર અને વિપરાજ નિગમે 3-3 વિકેટ લીધી હતી. વૈભવે 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો વૈભવ પહેલા 50 ઓવરના ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી શ્રીલંકાના કૌશલ્ય વીરારત્નેએ ફટકારી હતી. તેણે 2006માં રાગામા ક્રિકેટ ક્લબ તરફથી રમતા માત્ર 12 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. સિનિયર લેવલ પર 50 ઓવરના ક્રિકેટમાં બે પ્રકારની મેચ હોય છે - લિસ્ટ-એ (List-A) અને વન-ડે ઇન્ટરનેશનલ (ODI). દરેક વન-ડે ઇન્ટરનેશનલ મેચ પોતાની રીતે એક લિસ્ટ-A મેચ પણ હોય જ છે. વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ એબી ડિવિલિયર્સ અને મેથ્યુ ફોર્ડના નામે છે. બંને બેટર્સે 16-16 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સે 18 જાન્યુઆરી 2015ના રોજ જોહાનિસબર્ગમાં વેસ્ટ ઇન્ડીઝ સામે આ પરાક્રમ કર્યું હતું. ત્યારબાદ તેણે 44 બોલમાં 149 રન બનાવ્યા હતા. બીજી તરફ, 23 મે 2025ના રોજ ડબલિનમાં વેસ્ટ ઇન્ડીઝના મેથ્યુ ફોર્ડે આયર્લેન્ડ સામે ફિફ્ટી ફટકારીને ડિવિલિયર્સના આ રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, નિશાંત સિંધુ, અનુકુલ રોય, વિપરાજ નિગમ, અશોક શર્મા અને યશ ઠાકુર. શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, નુવાનીડુ ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમા, સહન અરાચિગે (કેપ્ટન), રવિન્દુ ફર્નાન્ડો, વનુજા સહન, મોહમ્મદ શિરાઝ, વિજયકાંત વિયાસકાંથ, દુલાજ સમુદિથા અને કુગાથાસ મથુલન.
    Click here to Read More
    Previous Article
    5 times Bollywood actresses stunned everyone with their Northeastern attires
    Next Article
    અમદાવાદમાં હિજાબ સાથે પ્રવેશ અપાતા વાલીઓનો હોબાળો:ડોક્યુમેન્ટ માટે વિદ્યાર્થીઓને દોડાવ્યા તો 2 મિનિટ મોડા પડનારને 'નો એન્ટ્રી', પેપર હાર્ડ લાગ્યું; Re-NEET પૂર્ણ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment