Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપર ઓવરમાં ઈન્ડિયા-Aને 19 રનનો ટાર્ગેટ:શ્રીલંકાએ 18 રન બનાવ્યા; વૈભવ સૂર્યવંશી અને સૂર્યાંશ શેડગે રનચેઝમાં બેટિંગ કરવા ઉતર્યો

    1 day ago

    ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચે ટ્રાઈ સિરીઝની મેચ રોમાંચક અંદાજમાં ટાઈ પર સમાપ્ત થયો. મેચનો નિર્ણય સુપર ઓવરમાં થશે. જીતવા માટે છેલ્લા બોલ પર શ્રીલંકા-Aને 2 રનની જરૂર હતી, પરંતુ ટીમ માત્ર 1 રન જ બનાવી શકી અને સ્કોર બરાબરી પર પહોંચી ગયો. ઈન્ડિયા-Aએ દાંબુલામાં રમાઈ રહેલી મેચમાં શ્રીલંકાને 266 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયા 49.2 ઓવરમાં 265 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વન-ડે ટ્રાય સિરીઝમાં વધુ એક વખત નિષ્ફળ રહ્યો છે. તે આજની મેચમાં માત્ર 21 રન જ બનાવી શક્યો. વૈભવ ઉપરાંત, અનુકુલ રોય 8 રન, નિશાંત સિંધુ 6 રન, આયુષ બદોની 15 રન અને પ્રભસિમરન સિંહ 11 રન બનાવીને આઉટ થયા. જોકે ઋતુરાજ ગાયકવાડ (37 રન) અને તિલક વર્મા (23 રન) એ 52 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમને સંભાળી હતી. અંતમાં સૂર્યાંશ શેડગે (72 રન) અને વિપરાજ નિગમે (51 રન) 104 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 250ને પાર પહોંચાડી દીધો. ટીમ ઈન્ડિયા 49.2 ઓવરમાં 265 રન પર ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકાના વિજયકાંત વિયાસકાંત અને મોહમ્મદ શિરાજે 3-3 વિકેટ ઝડપી. વૈભવ ટ્રાઈ-સિરીઝમાં ફિફ્ટી ફટકારી નથી શક્યો વૈભવ આ ટ્રાઈ-સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી. તેણે શ્રીલંકા-A સામેની છેલ્લી મેચમાં 14 રન અને અફઘાનિસ્તાન સામે 22 બોલમાં 44 રન બનાવ્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, નિશાંત સિંધુ, અનુકુલ રોય, અરશદ ખાન, વિપરાજ નિગમ અને યશ ઠાકુર. શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, વિશેન હલામ્બેગે, સદીરા સમરવિક્રમા (વિકેટકીપર), અહાન વિક્રમસિંગે, સહાન અરાચિગે (કેપ્ટન), વાનુજા સહન, વિજયકાંત વિયાસકાંત, કુગદાસ મથુલન, ચમિકા ગુણાશેખરા અને મોહમ્મદ શિરાજ.
    Click here to Read More
    Previous Article
    Sanchita Ugale dies at 22: Cine Workers body demands high-level probe, writes to CM Fadnavis
    Next Article
    ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર લોન્ચ:85% ઇથેનોલથી ચાલતી વેગન-આર ₹7.24 લાખમાં મળશે, પેટ્રોલ મોડેલ કરતાં ₹86,000 મોંઘી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment