Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિયા-Aની પહેલી ઇનિંગ્સ 113 રનમાં સમેટાઈ:રાહુલ-સુદર્શન ખાતું ખોલી શક્યા નહીં, સાયમન કીને 5 વિકેટ લીધી; ન્યૂઝીલેન્ડ-A 135/3

    7 hours ago

    ઇન્ડિયા Aની ટીમ લિંકનમાં ચાલી રહેલી પહેલી અનઑફિશિયલ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 113 રનમાં સમેટાઈ ગઈ. શનિવારે ન્યૂઝીલેન્ડ-Aએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી. ભારતના 5 બેટર ખાતું ખોલાવી શક્યા નહીં. તેમાં કેએલ રાહુલ, સાઈ સુદર્શન, વૉશિંગ્ટન સુંદર, આકાશ દીપ અને મુકેશ ચૌધરીનાં નામ સામેલ છે. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી ન્યૂઝીલેન્ડે 3 વિકેટે 135 રન બનાવી લીધા હતા. ઇન્ડિયા Aની ખરાબ શરૂઆત ઇન્ડિયા-Aની શરૂઆત ખરાબ રહી. યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા ઉતરેલા કેએલ રાહુલ 8 બોલ રમ્યા બાદ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા. ત્યારબાદ જયસ્વાલ અને દેવદત્ત પડિક્કલે ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો. બંને વચ્ચે 30 રનની ભાગીદારી થઈ. જયસવાલ 17 રન બનાવીને આઉટ થઈ ગયા. ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલા સાઈ સુદર્શન પણ ખાતું ખોલી શક્યા નહીં. સાયમન કીનએ તેમને બોલ્ડ કર્યા. કેપ્ટન ધ્રુવ જુરેલ પણ 1 રન બનાવીને કીનનો શિકાર બન્યા. યશ રાઠોડે ઇનિંગ્સ સંભાળી, 44 રન બનાવ્યા સતત વિકેટો પડતી હોવા છતાં યશ રાઠોડે 44 રનની ઇનિંગ્સ રમી. તેમણે 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. બીજા છેડેથી તેમને વધુ સાથ મળ્યો નહીં. ન્યૂઝીલેન્ડ-A તરફથી સાયમન કીન સૌથી સફળ બોલર રહ્યા. તેમણે ઇન્ડિયા-Aની પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી. ભારતની પ્લેઇંગ-11માં સિનિયર ટીમના ખેલાડીઓ આ મુકાબલામાં ભારત A ની પ્લેઇંગ-11માં સિનિયર ટેસ્ટ ટીમના વોશિંગ્ટન સુંદર, અંશુલ કંબોજ અને આકાશ દીપ પણ સામેલ છે. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ પણ ટીમનો હિસ્સો છે. આકિબ નબીએ બે વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડ-Aના કેપ્ટન રાઇસ મારિયૂએ પ્રથમ ઇનિંગ્સમાં 137 બોલમાં 76 રન બનાવ્યા. તેમણે 12 ચોગ્ગા ફટકાર્યા. મુકેશ ચૌધરીએ તેમને LBW આઉટ કર્યા. કર્ટિસ હેફી 108 બોલમાં 37 રન બનાવીને અણનમ છે. આકિબ નબીએ સતત બે બોલમાં બે વિકેટ લઈને ન્યૂઝીલેન્ડ-એને ઝટકા આપ્યા. તેમણે 40મી ઓવરમાં જેડન લેનોક્સ અને ટિમ રોબિન્સનને આઉટ કર્યા. લેનોક્સ 4 બોલમાં ખાતું ખોલ્યા વિના બોલ્ડ થયા, જ્યારે રોબિન્સન પહેલા જ બોલે LBW આઉટ થઈ ગયા. મેથ્યુ બોયલ 1 રન બનાવીને હેફી સાથે ક્રીઝ પર છે. ઈન્ડિયા-A માટે આકિબ નબીએ 2 વિકેટ ઝડપી. મુકેશ ચૌધરીએ 1 વિકેટ મેળવી. ન્યૂઝીલેન્ડ-A Vs ઇન્ડિયા-A મેચ સર્ચ કરી રહેલા લોકો ઇન્ડિયા-A અને ન્યૂઝીલેન્ડ-A વચ્ચેની પ્રથમ અનઑફિશિયલ ટેસ્ટ આજથી શરૂ થઈ છે. આ મેચને લોકો ઑનલાઇન સર્ચ કરી રહ્યા છે. છેલ્લા 30 દિવસના ગૂગલ ટ્રેન્ડ્સ પર નજર કરીએ તો સ્પષ્ટ સમજાય છે કે ત્યાર બાદ મેચને સર્ચ કરવાનો ગ્રાફ ઝડપથી વધ્યો છે. નીચે જુઓ ગૂગલ ટ્રેન્ડ્સ.. સંદર્ભ: Google Trends
    Click here to Read More
    Previous Article
    घर पर नीम का तेल कैसे बनाएं? जानें बालों पर नीम का तेल लगाने के फायदे
    Next Article
    જિયોના IPOએ ત્રણ દિવસમાં 7 રેકોર્ડ બનાવ્યા:1 કરોડથી વધુ અરજીઓ મેળવનાર દુનિયાનો પહેલો IPO, દેશનો સૌથી મોટો ઇશ્યૂ બન્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment