Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રસિદ્ધ ક્રિષ્ના ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાંથી બહાર:હજુ સુધી ફિટ નથી; સિરાજ અને નીતિશ રેડ્ડી ઈન્ડિયા A સાથે જોડાશે

    1 day ago

    પ્રસિદ્ધ ક્રિષ્ના ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચોની વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ શુક્રવારે જણાવ્યું કે પ્રસિદ્ધને ફિટ થવાની શરતે જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવામાં થોડો વધુ સમય લાગશે. પ્રસિદ્ધ હેમસ્ટ્રિંગમાંથી સાજા થઈ રહ્યા છે. તેઓ 30 સપ્ટેમ્બરે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની વનડે સિરીઝ 4 નવેમ્બરથી રમાશે. હાલમાં, ટીમ ઈન્ડિયા 5 મેચોની T-20 સિરીઝમાં 3-0થી આગળ ચાલી રહી છે. આજે ચોથી T-20 મેચ રમાશે. પ્રસિદ્ધ ઇન્ડિયા-A તરફથી રમશે, ટેસ્ટ સિરીઝની તૈયારી થશે ટેસ્ટ સિરીઝ માટે પ્રસિદ્ધની ફિટનેસ પર વધુ ધ્યાન હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચો માટે પ્રસિદ્ધ ક્રિષ્નાને ટીમમાં ઈચ્છે છે. તેથી તેમની ફિટનેસ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલની રેસના હિસાબે આ સીરિઝ મહત્વપૂર્ણ છે. આ જ કારણસર ટીમ મેનેજમેન્ટે તેમને વનડેમાં નહીં ઉતારવાનો નિર્ણય લીધો છે. પ્રથમ વનડેમાં નીતિશ રેડ્ડી રમશે નીતિશ કુમાર રેડ્ડી ન્યૂઝીલેન્ડ સામે 4 નવેમ્બરે રમાનારી પ્રથમ વનડે માટે ભારતીય ટીમનો હિસ્સો બની રહેશે. તેઓ ન્યૂઝીલેન્ડ-A સામેની ત્રીજી અને અંતિમ 4 દિવસીય મેચ માટે ઈન્ડિયા-A ટીમ સાથે જોડાશે. તેનાથી તેમને 19 નવેમ્બરથી શરૂ થનારી 2 ટેસ્ટ મેચોની સીરિઝ પહેલાં મેચ પ્રેક્ટિસની તક મળશે. બીજી અનઑફિશિયલ ટેસ્ટ માટે ઈન્ડિયા-A યશસ્વી જયસવાલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, યશ રાઠોડ, આર. સ્મરણ, ધ્રુવ જુરેલ (કેપ્ટન અને વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, શિખર મોહન, મુકેશ ચૌધરી, મુકેશ કુમાર, માનવ સુથાર અને કુમાર કુશાગ્ર (વિકેટકીપર). પ્રારંભિક 3 વનડે માટે ભારતીય ટીમ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બરાડ, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને નીતિશ કુમાર રેડ્ડી (માત્ર પ્રથમ વનડે માટે). છેલ્લી 2 વનડે માટે ભારતીય ટીમ શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર અને ઉપકપ્તાન), અક્ષર પટેલ, નમન ધીર, ઔકીબ નબી, ગુરનૂર બરાડ, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.
    Click here to Read More
    Previous Article
    राहुल गांधी के पंजाब दौरे के बीच BJP का सिख कॉनक्लेव, याद दिलाएगी 1984 की हिंसा; पीड़ित सुनाएंगे आपबीती
    Next Article
    અમરેલી-ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ:કોડીનારના ઘાંટવડમાં મકાનના પતરા ઉડ્યા, પેટ્રોલપંપના સ્ટ્રક્ચરને નુકસાન; ખાંભામાં વીજળી પડતા મહિલાનું મોત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment