Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 990 પોઈન્ટ વધીને 83,022 પર બંધ:નિફ્ટીમાં પણ 286 પોઈન્ટનો ઉછાળો, ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી રહી

    13 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 19 નવેમ્બરે તેજી રહી. સેન્સેક્સ 990 પોઈન્ટના વધારા સાથે 83,022 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 286 પોઈન્ટની તેજી રહી. તે 25,514 પર બંધ થયો. ઓટો, FMCG અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી રહી. બજારમાં આવેલી તેજીના 2 મોટા કારણો… 1. વિદેશી રોકાણકારોની ખરીદી: લાંબા સમયથી વેચવાલી કરી રહેલા વિદેશી રોકાણકારો (FIIs)એ બુધવારે 5,867 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. જ્યારે ગયા 7 કારોબારી દિવસોમાં 20,663 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 21 હજાર કરોડના શેર ખરીદ્યા 2. ક્રૂડ ઓઈલના ભાવમાં થોડી રાહત: બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત 95 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ બહારથી મંગાવે છે, તેથી તેલના ભાવમાં આ થોડી રાહત બજાર માટે પોઝિટિવ રહી. મહાનદી કોલફીલ્ડ્સનો IPO આજથી ખુલ્યો મહાનદી કોલફીલ્ડ્સનો IPO આજથી ખુલ્યો છે. તેમાં 23 નવેમ્બર સુધી બોલી લગાવી શકાશે. IPOની પ્રાઇસ બેન્ડ 129થી 136 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેમાં ઓછામાં ઓછા 14,960 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ ઇશ્યૂ દ્વારા કોલ ઈન્ડિયા 10% હિસ્સો વેચીને આશરે ₹9,500 કરોડ ભેગા કરવાની તૈયારીમાં છે. શેરોનું લિસ્ટિંગ 27 નવેમ્બરે થઈ શકે છે. એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં 16 નવેમ્બરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 23 હજાર કરોડ રૂપિયાના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં ઘટાડો રહ્યો હતો
    Click here to Read More
    Previous Article
    લીલી પરિક્રમા શરૂ થાય તે પહેલા ભવનાથમાં ભાવિકોનો જમાવડો:ચૂલા સળગાવી જાતે બનાવી ભોજનની મોજ માણી, ગેટ ખૂલ્યા પહેલા જ મેળા જેવો માહોલ
    Next Article
    વીડિયો ગેમ લવર્સની 13 વર્ષની રાહ પૂરી થઈ:GTA 6 લોન્ચ થતાં જ 1.49 કરોડ લોકોએ પ્રી-ઓર્ડર કરી, બેંગલુરુના 1600થી વધુ ડેવલપર્સનો ગેમ બનાવવામાં અમૂલ્ય ફાળો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment