Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતા સ્કૂલમાં પટાવાળા દીકરીએ કોમર્સમા 98.40 PR મેળવ્યા:દીકરીએ કહ્યું: મારે CA બનવું છે, પિતાએ ખુશીમાં રડી પડ્યા ને કહ્યું: મારી દીકરી મારું અને એની મમ્મીનું નામ રોશન કરે એવી ઈચ્છા

    2 days ago

    વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલ કોયલી ફળિયામાં રહેતા હેમંત હરિશ્ચંદ્ર પાનવાલા સ્કૂલમાં પટ્ટાવાળા છે. તેમની દીકરી કસ્તુરીએ કોમર્સમા 98.40 PR મેળવ્યા છે. દીકરીનું રીઝલ્ટ જોઈને પિતા ખુશીમાં રડતા જોવા મળ્યા. તેઓએ કહ્યું કે મારી દીકરી એ મારું નામ રોશન કર્યું. તે જીવનમાં ખૂબ આગળ વધે તેવી મારી ઈચ્છા છે. 12 કોમર્સની વિદ્યાર્થીની કસ્તુરી પાનવાલાએ જણાવ્યું હતું કે, મેં સમા હરણી લિંક રોડ પર આવેલ જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કર્યો, ધોરણ-12 કોમર્સ પ્રવાહમાં 98.40 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આટલું સારું રિઝલ્ટ લાવવા માટે મહેનત તો ઘણી કરવી પડી છે. બોર્ડની પરીક્ષા હોવાથી દરરોજ 6 થી 8 કલાક વાંચન કરવું પડતું હતું. સોશિયલ મીડિયા કે અન્ય વિક્ષેપ પણ ખૂબ હતા, પણ તેના પર કાબૂ રાખવો જરૂરી હતો. આ ઉપરાંત, મેં નિયમિત ટેસ્ટ પણ આપ્યા હતા જેથી ક્યાં ભૂલ થાય છે તે સમજી શકાય. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા માતા-પિતાનો ફૂલ સપોર્ટ રહ્યો છે. ખાસ કરીને પરીક્ષા સમયે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે અને મને ભણવામાં કોઈ ખલેલ ન પડે તેની તેઓ ખાસ કાળજી લેતા હતા. મારે જે પણ વસ્તુ જોઈએ તે તરત હાજર કરી આપતા, જેથી મારો બધો જ સમય અભ્યાસમાં જાય. પપ્પા હંમેશા ખૂબ સપોર્ટિવ રહ્યા છે. તેમણે ઘણી મહેનત અને સંઘર્ષ કરીને અમને ભણાવ્યા છે. તેઓ હંમેશા અમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે, એટલે જ આજે હું અહીં પહોંચી શકી છું. મેં આગળ જઈને બનવાનું નક્કી કર્યું છે. કસ્તુરીના પિતા હેમંત હરિશ્ચંદ્ર પાનવાલાએ દીકરીના સારા રિઝલ્ટથી ભાવુક થઈને જણાવ્યું હતું કે, હું એક સ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરું છું. મારી દીકરી મહેનત તો જાતે જ કરતી હતી. સાચું કહું તો તેણે મને વધારે સપોર્ટ કર્યો છે. તે આગળ વધે અને જે પણ કરે તેમાં મારું અને તેની મમ્મીનું નામ રોશન કરે એવી મારી ઈચ્છા છે. મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવતા પિતાના પુત્રએ ધોરણ 12માં મેળવી ઝળહળતી સિદ્ધિ તો બીજી તરફ નિસર્ગ વિમલભાઈ ફિચાડીયાએ. ધોરણ 12ના જાહેર થયેલા પરિણામોમાં 98.80 પર્સન્ટાઈલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ​નિસર્ગના પિતા, વિમલકુમાર ફિચાડીયા, વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી ઘડિયાળી પોળમાં મોબાઈલ રિપેરિંગની નાની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મધ્યમવર્ગીય પરિવાર હોવા છતાં, તેમણે નિસર્ગના અભ્યાસમાં ક્યારેય કોઈ કમી આવવા દીધી નથી. નિસર્ગ પણ તેની જવાબદારીઓ સમજતો હતો અને એટલે જ તેને ક્યારેય વાંચવા માટે ટોકવો પડતો ન હતો. તેની માતા શીતલબેન જણાવે છે કે, નિસર્ગ પોતાની રીતે જ બધી તૈયારીઓ કરતો અને તેને સતત અભ્યાસમાં પરોવાયેલો જોવો એ તેમના માટે ગૌરવની વાત હતી. ​નિસર્ગના દિવસની શરૂઆત અને અંત પુસ્તકો સાથે જ થતો. તે રોજ ઘરે 6 થી 7 કલાક અને ટ્યુશન ક્લાસીસમાં પણ એટલો જ સમય ફાળવતો હતો. સંયુક્ત પરિવારમાં રહેતા નિસર્ગને તેના દાદા-દાદી, સુરેશભાઈ અને ઇન્દુબેન તરફથી પણ ઘણો પ્રેમ અને માનસિક ટેકો મળતો રહ્યો છે, જેણે તેની એકાગ્રતા જાળવવામાં મદદ કરી. ​CA કે ACCA કરવાનું સ્વપ્ન ​આટલી મોટી સફળતા મેળવ્યા બાદ પણ નિસર્ગના પગ જમીન પર છે. તે હવે કોમર્સ ક્ષેત્રે આગળ વધીને Chartered Accountant (CA) અથવા The Association of Chartered Certified Accountants (ACCA) કરવા માંગે છે. તેના પિતાના સંઘર્ષને સફળતામાં બદલવાનું તેનું આ સ્વપ્ન હવે સાકાર થવા તરફ આગળ વધી રહ્યું છે. ​
    Click here to Read More
    Previous Article
    West Bengal Assembly Election Result 2026 Live : बंगाल में सबसे बड़ा उलटफेर | BJP vs TMC
    Next Article
    અમરેલીમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92% પરિણામ:વિજ્ઞાન પ્રવાહમાં 83.13% વિદ્યાર્થીઓ પાસ, ગ્રેડ મુજબ વિભાજન જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment