Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ એરપોર્ટ પરથી 98 લાખનું સોનું જપ્ત:અબુ ધાબીથી આવેલી હૈદરાબાદની મહિલા પાસેથી પર્સ અને કપડાંની અંદર છૂપાવેલું 729 ગ્રામ સોનું ઝડપાયું

    2 days ago

    અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (AIU) પેસેન્જર પ્રોફાઇલિંગ અને ગુપ્ત બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. અબુ ધાબીથી ફ્લાઇટ મારફતે અમદાવાદ ઉતરેલી હૈદરાબાદની એક મહિલા મુસાફર પાસેથી ગેરકાયદેસર રીતે લવાયેલું અંદાજે 729 ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા સોનાની કુલ બજાર કિંમત ₹98,78,715 હોવાનું કસ્ટમ્સ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. પર્સ અને કપડાંની અંદર છુપાવ્યું હતું સોનું કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 7 જુલાઈ 2026 ના રોજ અબુ ધાબીથી અમદાવાદ આવી પહોંચેલી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E1432 ની એક મહિલા મુસાફરની શંકાસ્પદ હિલચાલને પગલે તપાસ કરવામાં આવી હતી. આ મહિલાની સઘન તપાસ દરમિયાન તેની પાસેથી મોટી માત્રામાં સોનાના દાગીના મળી આવ્યા હતા, જે તેણે પોતાના પર્સમાં તેમજ શરીર પર પહેરેલા કપડાંની અંદર અત્યંત ચાલાકીપૂર્વક છુપાવ્યા હતા. મહિલા પાસેથી જપ્ત કરાયો મુદ્દામાલ મહિલા પાસેથી જપ્ત કરાયેલા દાગીનામાં સોનાના બેંગલ્સ (બંગડીઓ), નેકલેસ, ચેઈન, પાયલ, કાનની બુટ્ટી અને વીંટીઓનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન અલગ-અલગ ગુણવત્તાનું સોનું મળી આવ્યું હતું. કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ ગેરકાયદેસર રીતે અને કસ્ટમ્સ ડ્યુટી ચોરીના ઈરાદાથી લાવવામાં આવેલા આ 729 ગ્રામ સોનાના જથ્થાને કસ્ટમ્સ એક્ટ, 1962 ની વિવિધ જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલી મહિલા મુસાફર મૂળ હૈદરાબાદની હોવાનું ખુલ્યું છે અને આ સોનાની હેરાફેરી પાછળ કોઈ મોટી સ્મગલિંગ ગેંગ સક્રિય છે કે કેમ તે દિશામાં વિભાગ દ્વારા આગળની સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઇંગ્લેન્ડની બીજી વિકેટ પડી:પ્રિન્સ યાદવે બટલર બાદ કેપ્ટન બ્રુકને આઉટ કર્યો; ભારત સામે સ્કોર 92/2
    Next Article
    Mumbai-Pune Train Services Suspended For Day 2 After Landslide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment